2023નું વર્ષ આગામી લોકસભા ચૂંટણીની દશા અને દિશા નક્કી કરશે
ચૂંટણીની દ્રષ્ઠીએ ભાજપ માટે 2022નું વર્ષ શાનદાર રહ્યું છે જેમાં ભાજપે મજબૂત ગઢને રેકોર્ડ સાથે ફરી અહીં ભગવો લહેરાવ્યો છે તો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરી બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળતા હાંસલ કરી. હવે 2023નું વર્ષ ભાજપ માટે મહત્વનું સાબિત થશે, કારણ કે આ વર્ષમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીની દશા અને દિશા નક્કી કરશે.
આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ હાઈવે પર દાણુંમાં કન્ટેનરમાં થયો ભડકો
આ વર્ષે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીર સહિત 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણી થવાની છે. રાજસ્થાન અને છત્તીસઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ મુક્ત ભારતના નારા સાથે ભાજપ આ બે રાજ્યોમાંથી પણ કોંગ્રેસને મુક્ત કરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમં ભૂપેશ બધેલને હરાવીને ગાંધી પરિવારને મોટો આંચકો આપવા માગે છે. કારણ કે આ બન્ને નેતા ગાંધી પરિવાર સાથે નીકટના સંબંધ ધરાવે છે.
માટે જ લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તામાં આવવા માટે નરેન્દ્ર મોદી સામે આ રાજ્યોમાં કંઈક નવું કરી બતાવવાની પરીક્ષા રહેશે. આ સાથે પોતાના ગઢને સાચવવા માટેના પણ પડકારો રહેશે.
આ વર્ષે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બન્ને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર સત્તામાં છે અને આગામી ચૂંટણીમાં ભાજપની અહીં સીધી ટક્કર કોંગ્રેસ સાથે થશે. ભાજપ સામે પોતાના મજબૂત કિલ્લા મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના કર્ણાટકમાં ફરી સરકાર બનાવવાનો પડકાર રહેશે. આ રાજ્યોમાં સત્તામાં રહેવા તથા બાકીના રાજ્યોમાં પણ ભગવો લહેરાવવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા શરુ કરી દેવાઈ છે.
ગુજરાતમાં ભવ્ય વિજય મળ્યો તેના બીજા જ દિવસથી આગામી લક્ષ્યને લઈને બેઠકોનો દોર અને રણનીતિની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
સંભાવનાઓ એવી છે કે આ વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થઈ શકે છે. આ ચૂંટણી ભાજપ માટે મહત્વની સાબિત થશે. જમ્મુમાં ભાજપ મજબૂત સ્થિતમાં છે, પરંતુ પાર્ટી આ વખતે કાશ્મીર વેલીમાં પણ મજબૂતી સાથે પોતાની જીત નોંધાવવા માટે પૂરજોશમાં કોશિશ કરશે. કલમ 370 દૂર કરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સારું પ્રદર્શન તેના રાજકીય વિરોધીઓને બેકફૂટ પર લાવી શકશે. ત્રિપુરામાં પણ ભાજપે પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે.
શક્ય છે કે વર્ષની શરુઆતમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ આગામી વર્ષે પૂર્ણ થવાનો છે, વર્ષ 2023માં થનારી ચૂંટણીની રણનીતિ બનાવવા અને તેની લાગુ કરવા માટે ભાજપ હાઈકમાન્ડ સમય-સમયે દિલ્હી અને જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં જઈને સમીક્ષા કરશે. આ બેઠકોની કમાન ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના મહાસચિવ બીએલ સંતોષના હાથમાં રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election, Narenda Modi, PM Modi પીએમ મોદી, નરેન્દ્ર મોદી
Post a Comment