Fraud of seven lakh rupees in the name of Ladli Yojana in Surat
એક તરફ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ આ ટેકનોલોજીના જ માધ્યમથી છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 17-9-2022થી 22-11-2022 દરમિયાન એક મોબાઈલ નંબર પરથી તેમને ફોન આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતનો ગઢ જીત્યા બાદ લોકસભા પહેલા પીએમ મોદીએ 2023માં આ મોટી પરીક્ષાઓ પાર પાડવી પડશે
ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઓમ પ્રકાશ હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ અન્ય એક મોબાઇલ પરથી પણ ફરિયાદીને ફોન આવ્યો હતો અને તે વખતે ફરિયાદીને ફોન કરનારે પોતાની ઓળખ પ્રિયા મહાજન તરીકે આપી હતી. ત્યારબાદ ફરી ફરીયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ યોગેશ તરીકે આપી હતી અને યોગેશે કહ્યું હતું કે, તે NPCL તથા આઈકર વિભાગમાંથી બોલે છે અને તેને ફરિયાદીને કહ્યું હતું કે, રિલાયન્સ નીપોનની પોલીસી પકાવવા માટે અને પોલીસીના 18,17,000 રૂપિયા મેળવવા માટે ફરિયાદીને ચાર્જ ભરવો પડશે.
આ ઉપરાંત ફોન કરનારે ફરિયાદીને લાડલી યોજનાના નામે પણ ચાર્જ ભરવા માટે જણાવ્યું હતું. આમ ફરિયાદીએ અજાણ્યા ઇસમને 18,17,000 રૂપિયા મેળવવાની લાલચમાં 6,79,902 રૂપિયા ટુકડે ટુકડે ટ્રાન્સફર કર્યા હતા. અંતે ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમને આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ પ્રયાસો કર્યા હતા. પોલીસે બાતમીના આધારે છેતરપિંડી કરી ઓનલાઇન પૈસા પડાવી લેનાર આરોપી દેવેન્દ્ર આશારામ ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપી ઉત્તર પ્રદેશના ગાજીયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 9માં રહેતો હતો.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment