ગીર જંગલમાંથી ચંદનની ચોરી કરનારા 21 વ્યકિત ઝડપાયા, પાંચ વૃક્ષો કાપીને ચોરી થઈ હતી | 21 persons who stole sandalwood from Gir forest were caught, five trees were stolen by cutting them

જુનાગઢ12 મિનિટ પહેલા

જૂનાગઢના ગીર જંગલમાં ચદનના ઝાડ કાપી ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. ચંદનની ચોરી મામલે વન વિભાગે 13 મહિલાઓ સહિત 21 વ્યકિતઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર જંગલમાંથી થોડા સમય પહેલા પાંચ ચંદનના ઝાડની ચોરી થઈ હોવાનું વનવિભાગના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. રાતના સમયે ચંદનનું કટીંગ કરવામાં આવતું હોવાની વાત વન વિભાગને જાણવા મળતા વન વિભાગ દ્વારા ચંદનના વૃક્ષનું કટીંગ કરી તેની ચોરી કરતા એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો.ત્યારબાદ વનવિભાગે ચંદન ચોરની પૂછપરછ કરતા વધુ ટ્રેપ ગોઠવી 21 વ્યકિતઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા.

ગીરમાંથી મધ્યપ્રદેશની ચંદન ચોર ગેંગને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ બાબતે જૂનાગઢના સીસીએફ આરાધના સાહુએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ચંદન ચોર ગેંગના 21 લોકોને પકડી પાડવામાં આવ્યા છે . અલગ અલગ જગ્યાએથી વન વિભાગ દ્વારા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, તેઓએ પાંચથી છ ચંદનના ઝાડનું કટીંગ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post