Header Ads

પાલનુપર તાલુકા પોલીસે મોબાઈલ ઉપર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઈસમને ઝડપ્યો, 22 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે | Palnupar taluka police nabbed Isam for betting on cricket match on mobile phone, more than 22 thousand money stolen

બનાસકાંઠા (પાલનપુર)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાલનપુર તાલુકા પોલીસે મોબાઇલ ઉપર આઇ.ડી.ની મદદથી ક્રિકેટ સટ્ટો રમાડતા એક ઈસમને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનગઢ ગામની સિમ પાલનપુર આબુ નેશનલ હાઈવે પર એક ખાનગી હોટલના બાકડા ઉપર બેસીને ક્રિકેટનો સટ્ટો રમાડતા ઈસમને ઝડપી પાડી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરી હતી. જેમાં ડૉ.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ તથા કે.બી.પટેલ પોલીસ ઈન્સ્પેકટર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ પાલનપુર તાલુકા પો.સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
​​​​​​​પોલીસને બાતમી મળી હતી
તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ રાજેશદાન રામસિંગને બાતમી મળી હતી કે, સોનગઢ ગામની સીમમાં પાલનપુર આબુ નેશનલ હાઈવે રોડ ઉપર ખાનગી હોટેલ પાસે બગીચામાં બાકડા ઉપર ખુલ્લી જગ્યામાં કલ્પેશ કકલભાઈ ગોટાતર આંત્રોલી પાલનપુરવાળો તેમના અંગત ફાયદા સારૂ મોબાઈલ ફોન વડે લોકોને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડે છે.
​​​​​​​મોબાઈલ, રોકડ રકમ સાથે ઝડપ્યો
બાતમીના આધારે સદરે ઈસમનો મોબાઈલ તેમજ રોકડ રકમ સહિત 22 હજારથી વધુનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. તેમજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.