surat: બે ઘડી જોવાનું મન થશે દિવ્યાંગ બાળકોના અનોખા યોગ ગરબા, જુઓ વીડિયો!
Mehali tailor, Surat: સુરતમાં છેલ્લા બે વર્ષથી યોગ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ યોગ ગરબા માત્ર ગરબા જ નહીં પરંતુ યોગ પણ છે એટલે આ યોગ ગરબા નવરાત્રી સિવાય પણ ગમે તે ઋતુમાં અને ગમે ત્યારે રમી શકાય છે. સુરતની એક દિવ્યાંગ શાળામાં આ યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક દિવ્યાંગ બાળકો પોતાની શારીરિક ખામીઓને ભૂલીને મન મૂકી ગરબા રમ્યા હતા.
કેટલાક બાળકોને હાથ અને પગમાં શારીરિક ખામી હોય છે જેને લઈને તેઓ સામાન્ય ગરબા રમી શકતા નથી. પરંતુ આ યોગ ગરબા એવા છે જે દરેક દિવ્યાંગ બાળકો પણ તેને રમી શકે અને મન પ્રફુલિત કરી શકે.બાળકો જમીન પર બેસી અને વિહિલચેર પર બેસીને પણ આ ગરબા રમી શકે છે. આ ગરબા એ માત્ર ગરબા નથી પરંતુ શારીરિક કસરત અને યોગ પણ છે.જેથી દરેક લોકો ગરબાના ગીત પર થોડા ગરબાના સ્ટેપ અને યોગ સાથે આ યોગ ગરબા રમે છે.
આ માત્ર ગરબા જ નહીં પરંતુ શારીરિક અને માનસિક કસરત પણ છે
તમારા શહેરમાંથી (સુરત)
આ યોગ ગરબા કરવાથી શરીર તંદુરસ્ત રહે છે સાથે બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર થાય છે આ સાથે તેના માનસિક ફાયદા પણ ઘણા છે જેવા કે તે તણાવ મુક્ત જીવન, હકારાત્મક શક્તિ,એકાગ્રતા શક્તિ અને સર્જનાત્મક શક્તિમાં પણ વધારો કરે છે. જેથી દિવ્યાંગ બાળકો પણ આ ગરબા દ્વારા પોતાની શારીરિક ખામી ભૂલી પોતાની માનસિક શક્તિનો વિકાસ કરી શકે એ માટે શાળા દ્વારા અને જો ગરબા ટ્રેનરો દ્વારા ખાસ દિવ્યાંગ બાળકો માટે આ યોગ ગરબાનું આયોજન કર્યું હતું.
બાળકો સાથે શિક્ષકો પણ યોગ ગરબા રમ્યા
આમ દિવ્યાંગ બાળકો માટે આયોજિત યોગ ગરબામાં બાળકો ગરબા ના ગીત પર ગરબાના સ્ટેપ કર્યા આ સાથે જ શાળાના શિક્ષકો પણ બાળકો સાથે શિયાળાની સવારમાં યોગ ગરબા કરી શારીરિક કસરત અને માનસિક કસરત પણ કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment