'સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવી હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી, અડપલાં કરનાર દુષ્ટો સામે કડક કાર્યવાહી કરો' | Jainacharya Ratna Sundarji Said- Government has settled only 3 issues and has not yet accepted 16 issues, take strict action against the miscreants

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Jainacharya Ratna Sundarji Said Government Has Settled Only 3 Issues And Has Not Yet Accepted 16 Issues, Take Strict Action Against The Miscreants

અમદાવાદ20 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી

હજુ અલ્પવિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.અમે આક્રમક નથી પરંતુ તેનો મતલબ એવો પણ નહીં કે એટલો વિલંબ થઈ ના થઇ જાય કે જે વસ્તુ માટે વિલંબ કરી રહ્યા છે તે જ ખતમ થઈ જાય.અમારા ઘરમાં ઘૂસીને કોઈ ચોરી કરે તો અમને રક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. દુષ્ટ સામે જે કાર્યવાહી કરવાની થતી હોય તે સરકાર કરે.અમારે કોઈનું કઈ લેવું નથી પરંતુ અમારું જે છે તે અમને પરત આપો,આ શબ્દો છે જૈન સમાજના જૈનાચાર્ય રત્ન સુંદર સુરીજીના. શત્રુંજય પર્વત પર જે મુદ્દે જૈન સમાજમાં રોષ છે તે મુદ્દાને લઈને સમાજના મોટા જૈનાચાર્યએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી.

રત્ન સુંદર સુરીજી જૈન સમાજના જૈનાચાર્ય છે.ખૂબ જ નાની ઉંમરમાં તેમને દીક્ષા લઇ લીધી હતી. યુવાઓમાં મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તેઓ ઓળખ્યા છે. અત્યાર સુધીમાં 400 જેટલી બુક તેમને લખી છે. દેશભરમાં તેઓ અનેક જગ્યાએ વ્યાખ્યાન આપી ચૂક્યા છે. રત્ન સુંદર સુરીજીને કેન્દ્ર સરકારનું પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. રાજકીય નેતાઓ પણ તેમના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જૈનાચાર્ય રત્નસુંદર સુરીજીએ કેટલાક સવાલના જવાબ આપ્યા હતા.

સવાલ- ક્યાં મુદ્દાઓને લઈને સમાજમાં રોષ છે?
જવાબ-
નાના મોટા 19 મુદ્દાઓ છે જેને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શત્રુંજય પર્વતના દેરાસરના એક ભાગમાં ભગવાનના પગલાં સાથે કોઈએ ચેડાં કર્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે તે મુખ્ય મુદ્દો છે. આ મુદ્દાને લઈને જૈન ધર્મ આક્રમક થયું નથી. પરંતુ તમારા ઘરમાં કોઈ ચોરી કરે તો પોલીસે રક્ષણ કરવાની જવાબદારી છે, જેથી જૈન સમજે તે માટે સરકાર પાસે માંગણી કરી છે.

સવાલ- શત્રુંજય તીર્થધામ જૈન ધર્મ માટે કેટલુ પવિત્ર છે?
જવાબ-
શત્રુંજય પર્વત કરોડો વર્ષ જૂનો છે. કોઈ પણ વસ્તુ કે ભાવ સાથે તેનું સંતુલન થાય તેમ નથી. જૈન સમાજની શ્રદ્ધા, વિશ્વાસ,પવિત્રતા અને પ્રેમનું કેન્દ્ર છે. અબજો રૂપિયા તથા અબજો દિવસોનું બલિદાન ભગવાનના ચરણોમાં લોકોએ આપ્યું છે. શત્રુંજય માટે તપ અને ત્યાગ પણ કરવામાં આવ્યા છે. શત્રુંજય પર પગ મુક્તાં પાવન થઈ જવાય છે. વ્યક્તિના પાપ દૂર થઈ જાય છે, તો તેવા તીર્થમાં કોઈ પાપી અડપલું કર્યું છે તેનાથી દિલ દુઃખે છે. સરકારને ખબર પડે તે માટે જ રેલી યોજવામાં આવી હતી. સરકારે વચન પણ આપ્યું છે પરંતુ 19 મુદ્દામાંથી 3 મુદ્દાઓ પર સમાધાન થયું છે, હજુ 16 બાકી છે. હજુ અલ્પ વિરામ છે અમે પૂર્ણ વિરામ ઇચ્છીએ છીએ.

સવાલ- અલ્પવિરામ શા માટે અને પૂર્ણ વિરામ ક્યારે કહેવાય?
જવાબ-
અલ્પવિરામ એટલે 3 મુદ્દાઓ પર સરકારે માગ પૂરી કરી છે, જેનો અમને આનંદ છે. હજુ 16 મુદ્દા સ્વીકાર્ય નથી. અમને સરકારથી આશા છે કે સરકાર અમારા મુદ્દા સ્વીકારશે.

સવાલ- જે લોકોએ કૃત્ય કર્યું છે તેમની સામે પગલાં લેવા જોઈએ કે નહીં?
જવાબ-
કોઈ પણ વ્યક્તિને સજા આપવાનું કામ અમારું નથી. સરકાર અને કાયદો સજા આપવાનું કામ કરશે. અમે એમ નથી કહેતા કે કોઈને ફાંસીએ ચઢાવી દો. અમને અમારું ઘર સુરક્ષિત આપો. જે દુષ્ટ દ્વારા અડપલાં કરવામાં આવ્યા છે, તેની સામે કાયદેસરની જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરે. સરકારનું કામ દંડ આપવાનું છે, તે દંડ કરે. ભવિષ્યમાં ફરીથી કોઈ અડપલાં ના થાય તેની અમને સરકાર ખાતરી આપે.

સવાલ- ખનન થાય છે તો તે રોકવું જોઈએ કે નહીં?
જવાબ-
ખનન અંગે અમારા ધ્યાને આવ્યું છે. કોઈએ ખોદકામ કરીને નીચે રિસોર્ટ બનાવ્યું છે, તે એક મુદ્દો છે. 3 મુદ્દાઓ પર સમાધાન થયું છે. ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ પર અમને વિશ્વાસ છે અને ખનન મુદ્દે પણ સ્વીકારીને સમાધાન કરવામાં આવશે.

સવાલ- જૈન સમાજ શા માટે ઉગ્ર થયો અને એકતા બતાવી?
જવાબ-
જ્યારે કોઈ કટોકટીનો સમય આવે ત્યારે ઘરના ભેગા થાય જ છે. અમારી આક્રમકતા નથી, અમારે માત્ર ન્યાય જોઈએ છે. સરકાર સામે આશા છે મેં સાચનું રક્ષણ કરવામાં આવશે. જૈન સંઘ શાંત છે આક્રમકતામાં માનતું નથી, જેથી રેલી યોજીને જૈન સંઘે સરકાર સુધી વાત પહોંચાડી છે.

સવાલ- જૈન સમાજની માંગણીઓ નહીં પૂરી કરાય તો શું કરશો?
જવાબ-
અમારી માંગણીઓ જરૂરથી પૂરી કરવામાં આવશે.સરકાર કરશે પરંતુ તાત્કાલિક સરકાર કોઈ નિર્ણય ના કરે. તપાસ કરીને સરકાર દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. આક્રમકતા નથી પરંતુ વિલંબ એવો ના થવો જોઈએ કે જેના કારણે અમે વિલંબ ઇચ્છીએ તે જ ખતમ થઈ જાય. ડીલ ઇઝ ડેન્જર. રોગ કાબૂમાં આવવો જોઈએ. પરંતુ ડોકટર એમ કહે કે 6 વર્ષ થશે, તો દર્દી મરી જાય. પરંતુ અમારે તો દર્દી જીવે. તંદુરસ્ત રહે તથા રોગ કાબુમાં આવે તેવું જોઈએ છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post