ભાજપની યુવા મોરચા ટીમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સના સમગ્ર મેનેજમેન્ટનો અભ્યાસ કરશે

અમદાવાદઃ ઓગણજમાં યોજાઈ રહેલા શતાબ્દી મહોત્સવમાં દરરોજ સેલેબ્સ સહિત અનેક રાજકીય આગેવાનો મુલાકાત લેવા માટે આવે છે. ત્યારે ભાજપ યુવા મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત માટે અમદાવાદ આવી રહ્યા છે. ભાજપ યુવા મોરચાની ટીમ અમદાવાદમાં રોકાણ કરશે અને મહોત્સવમાં થઈ રહેલા અદભૂત મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.

BAPS દ્વારા માઇક્રો લેવલનું પ્લાનિંગ

આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે. તેમને કોઈ અગવડ ન પડે તે માટેનું માઈક્રો લેવલનું પ્લાનિંગ બીએપીએસ સંસ્થાએ કર્યું છે. આમ તો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં થઈ રહેલા આ અદભૂત મેનેજમેન્ટના વખાણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી માંડીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કરી ચૂક્યા છે. તેટલું જ નહીં, અહીં દરરોજ જે કોન્ફરન્સ યોજાય છે તે કોન્ફરન્સમાં આવતા મહાનુભાવો પણ પ્રમુખ સ્વામી નગરમાં ઉભી કરવામાં આવેલી સ્વચ્છતાની વ્યવસ્થા, સેનિટેશનની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા, સેફ્ટીની વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા, જમણવારની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આ તમામ મેનેજમેન્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.આ પણ વાંચોઃ 1987ના દુષ્કાળમાં પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતે કરી હતી પશુઓની સેવા

ભાજપ યુવા મોરચાની ટીમ આવશે

હવે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની ટીમ ગુજરાત આવી રહી છે. ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ પ્રમુખ સ્વામી મહારાજની પુષ્પાંજલિ અર્પણ કરી નગરની રચનાને નિહાળશે. ત્યારબાદ તેઓ સભાને સંબોધન પણ કરશે. જો કે, 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી ભાજપ યુવા મોરચાની ટીમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રહેશે અને મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.

મહત્વનું છે કે, ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સુશાસન યાત્રા પણ યોજવાનું આયોજન છે. ત્યારે તે પહેલા અમદાવાદના શતાબ્દી મહોત્સવમાં યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહેશે અને પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ નગરના વિવિધ પાસાઓનો અભ્યાસ કરશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav

Previous Post Next Post