Sunday, January 1, 2023

ઝરપરામાં ગોદામમાંથી 43 લાખના તલ ચોરાયા | Sesame seeds worth 43 lakhs were stolen from a warehouse in Zarpara

ભુજ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તસ્કરો ગોડાઉનનો શટર તોડી એક્ષપોર્ટ કરવા રાખેલ તલની 960 બેગ ઉઠાવી ગયા

મુન્દ્રાના ઝરપરામાં રાજસ્થાનના વેપારીએ એક્ષપોર્ટ કરવા ગોડાઉનમાં રાખેલ તલની 960 બેગ તસ્કરો ઉઠાવી ગયા હતા.ગોડાઉનનો શટર તોડી અજાણ્યા ચોર ઇસમોએ રૂપિયા 43 લાખના તલની ઉઠાંતરી કરતા મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાન,અજમેરના જલકારી ગામના ફરિયાદી રાકેશ સોહનલાલ પંચોલીની કંપની સમુરાઈ ટ્રેડેક્સ તથા રાહુલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝરપરા ખાતે આવેલ અંબાજી વેરહાઉસપાર્કના પ્લોટ નંબર-3,વેરહાઉસ નંબર-3/2,ફેઝ નંબર-5,સર્વે નંબર 253/3 માં એક્ષપોર્ટ કરવા માટે રાખેલો તલનો જથ્થો અજાણ્યા ચોર ઈસમો ચોરી ગયા હતા.

તસ્કરોએ ગોડાઉનના શટરનો અંદરની બાજુનો નટ બોલ્ટ ખોલી ગોડાઉનમાં રાખેલ રૂપિયા 43 લાખની કિમતના તલની 960 બેગ તા.28/12 થી 30/12 ના 10 વાગ્યાના અરસામાં ઉઠાવી ગયા હતા.બનાવને પગલે મુન્દ્રા પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.