અંધ, બધિર અને બંને હાથે દિવ્યાંગ સચિવાલયમાં ઓફિસર બની શકશે | Blind, Deaf and Handicapped can become officers in the Secretariat

અમદાવાદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એસઓ, ડીવાયએસઓની ભરતીમાં માન્ય ગણાશે

સચિવાલય કેડરની મુખ્ય ત્રણ જગ્યા સેક્શન ઓફિસર, ડેપ્યૂટી સેક્શન ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટની સીધી ભરતીમાં હવે અંધ, બધિર અને બંને હાથે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને માન્ય ગણવાનો મહત્ત્વનો નિર્ણય અને ઠરાવ રાજ્ય સરકારે કર્યો છે.

સચિવાલય સેક્શન ઓફિસર વર્ગ-2, નાયબ સેક્શન ઓફિસર વર્ગ-3 અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ના સંવર્ગોમાં ભારત સરકાર દ્વારા સમાન પ્રકારના સંવર્ગો માટે દિવ્યાંગતાના પ્રકાર પૈકી બ્લાઇન્ડ (અંધ), ડીફ (બધિર) અને બોથ આર્મ (બંને હાથે દિવ્યાંગ)ને માન્ય રાખવામાંથી મુક્તિ અપાઈ હતી, જેથી આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ પ્રકારની ત્રણેય જગ્યાઓની સીધી ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકતા ન હતા, પરંતુ નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગોની રજૂઆતોના પગલે તજજ્ઞ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે ચર્ચા કરાઈ હતી.

જોકે નિર્ણય બાદ હવે સચિવાલયની આ ત્રણેય કેડરમાં પછીની ભરતી પ્રક્રિયાથી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જોકે સંવર્ગોના માગણીપત્ર અગાઉ નક્કી કરવામાં આવેલી દિવ્યાંગતા મુજબ ભરતી સંસ્થાઓને મોકલી અપાયા હશે તેમ જ જે સંવર્ગની પરીક્ષાનું આયોજન થઇ ગયું હશે તેમાં આ ઠરાવનો અમલ થશે નહીં.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post