જામનગર અને લાખાબાવળમાંથી ઈંગ્લીશ દારૂનો માતબર જથ્થો ઝડપાયો, 4.74 લાખનો મુદ્દામાલ સાથે એક બુટલેગરની ધરપક | Huge quantity of English liquor seized from Jamnagar and Lakhabaval, one bootlegger arrested with worth Rs 4.74 lakh

જામનગર18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં દારૂના ધંધાર્થીઓને ઝે૨ ક૨વા માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે જામનગર શહેર અને લાખાબાવળમાં બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 1186 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો કબજે કરી લીધો છે.

જામનગર નજીક લાખાબાવળ ગામમાં રહેતા બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુસડીયા નામનો શખ્સ ભાડાનું મકાન રાખીને તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે દરોડો પાડ્યો હતો.અને તલસી લેતા મકાનમાંથી 971 નંગ જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. તેથી પોલીસે કુલ 3,88,900 ની માલસામગ્રી કબજે કરી લઈ આરોપી બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુસડીયાની અટકાયત કરી હતી. અને

દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેની પૂછપરછ કરતાં તેને જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં રહેતા પ્રફુલભાઈ ઉર્ફે પાગો ભાનુશાલી નામના શખ્સ સપ્લાય કર્યો હોવાનું કબુલતાં તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે. જ્યારે બીજો દરોડો જામનગરમાં ગાંધીનગર બાળકોના સ્મશાનના પાછળના ભાગમાં આવેલ મોમાઈ નગર શેરી નંબર ત્રણમાં રહેતા મયુરસિંહ ભરતસિંહ જેઠવા નામના શખ્સ બહારથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મંગાવીને બાવળની જાળીમાં સંતાડ્યો છે, તેવી ચોક્કસ બાતમી એલસીબીની ટીમને મળી હતી. જેના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બાવળની જાળીમાં સંતાડેલો 215 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 86 હજાર ની કિંમતની માલસામગ્રી કબજે કરી હતી. જ્યારે મયુરસિંહ જેઠવાને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post