પોરબંદર25 મિનિટ પહેલા
- કૉપી લિંક

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલી છે. જેને લઈ એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી તથા સ્ટાફ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળેલી કે, રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાડનો ગુન્હો ગઇ તા.21/11/2022ના રોજ નોંધાયેલો હતો. અને સદર ધાડના ગુન્હાના આરોપી બાપોદર ગામની સીમમાં રહેતા જયેશ હાજા બાપોદરાની વાડીમાં મજુરીકામ કરતા મધ્યપ્રદેશના મજુરો ભુરલો તથા તથા કાયદાના સંઘર્ષમા આવેલા કિશોર હોય તથા ધાડમાં ગયેલ મુદામાલ બંન્નેએ વાડીની રહેણાંક ઓરડીમાં સંતાડેલ હોવાની હકીકત મળેલી હતી.
જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આ આરોપી (1) ભુરલા માંગલ્યા મસાણીયા (2) કાયદાના સંઘર્ષમાં આવેલા કીશોર મળી આવ્યા હતા. ઉપરોકત ગુન્હાના કામે ધાડમાં ગયેલા મોબાઇલ ફોન નંગ-2 કી.રૂ.3500 તથા રોકડા રૂ. 14,000 તથા ધાડમાં ઉપયોગ કરેલા સ્પ્લેન્ડર બાઈક-1 કીં.રૂ.25,000 તથા ઉપરોકત બંન્નેની અંગજડતીમાંથી મળેલા મોબાઇલ ફોન નંગ-2 કી.રૂ.6500 મળી કુલ રૂપિયા 49,000 ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

પકડાયેલ મુદામાલ
(1) ધાડમાં ગયેલ મોબાઇલ ફોન 2 કીંમત રૂપિયા 3500
(2) ધાડમાં ગયેલ રોકડા રૂપિયા 14,000
(3) ધાડ ઉપયોગ કરવામાં આવેલ સ્પ્લેન્ડર મોટર સાઈકલ 1 કિંમત રૂપિયા 25,000
(4) અંગજડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ 2 કીંમત રૂપિયા 6500
આરોપી
(1) ભુરલા માંગલ્યા મસાણીયા ઉ.વ.૩૭ રહે.મુળ જાઇ ગામ ચોકીદાર ફળીયુ તા.કુકશી, જીલ્લો, ધાર, મધ્યપ્રદેશ હાલ વરવાળાથી કેરાળા જતા રોડ ઉપર સોલાર ફાર્મ પાસે બાપોદર ગામની સીમ જયેશ બાપોદરાની વાડીએ તા.રાણાવાવ જી.પોરબંદર.
(2) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઈ એચ.કે.શ્રીમાળી,એએસઆઈ બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, હેડ કોન્સટેબલ જીણા કટારા, કેશુ ગોરાણીયા, હરેશ આહિર, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઉદય વરૂ, ગોવિંદ મકવાણા, રણજીતસિંહ દયાતર, કુલદિપસિંહ જાડેજા, કરશન મોડેદરા, પોલીસ કોન્સટેબલ દિલીપ મોઢવાડીયા, વુમન હેડ કોન્સટેબલ નાથી ઓડેદરા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.
