PM મોદીનાં માતા હીરાબાનું વડનગરમાં બેસણું,સંજય જોશી, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ પહોંચ્યા | Prime Minister Narendra Modi's mother Heeraba will sit in Vadnagar today

મહેસાણા4 મિનિટ પહેલા

  • વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓએ વડનગર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ત્યારે વડનગરમાં આજે હીરાબાનું બેસણું છે. વડનગરમાં સવારથી જ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટી રહ્યા છે. હીરાબાના નિધનને પગલે વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી છે. વડનગરમાં આજે હીરાબાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ વડનગર શ્રદ્ધાંજલિ આપવા આવી પહોંચ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ પહોંચ્યા.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ પહોંચ્યા.

સેક્ટર 30ના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. સેક્ટર 30 સ્મશાનમાં હીરાબાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતા. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા પણ કહ્યું હતું.

હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી
વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાએ શુક્રવારે અમદાવાદમાં અંતિમશ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓ 100 વર્ષનાં હતાં. હીરાબાના નિધનના સમાચાર સામે આવતાં જ દેશભરના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી હતી.

મોદીએ માતાના પાર્થિવદેહને કાંધ આપી હતી.

વડાપ્રધાન મોદી તેમની માતા સાથે.

વડાપ્રધાન મોદી તેમની માતા સાથે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post