સુરત15 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- 2.75 લાખના દંડની વસૂલાત, સૌથી વધુ જથ્થો કતારગામથી ઝડપાયો
1લી જાન્યુઆરી 2023થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરાતા મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ઝુંબેશ હાથ ધરી છે. તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 5 જાન્યુઆરી દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં હાથ ધરેલી કાર્યવાહીમાં 2543 સંસ્થાઓ ને ચેક કરી હતી જેમાં, 217 કિલો કેરી બેગ સહિત ના પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં જપ્ત કર્યું છે.
તો લારી-પાથરણાવાળા, સ્ટોલ સહિત ના સ્થાનો પર 949 ઈસમો પાસેથી મળી કુલ 2.75 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. તમામ ઝોનમાં સૌથી વધુ 82.6 કીલો પ્લાસ્ટિક કતારગામમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. તો સૌથી ઓછું અઠવા ઝોનમાંથી 4.9 કિલો જપ્ત થયું છે.
શહેરભરમાં 2543 દુકાનોમાં ચેકિંગ કરાયું |
||||
ઝોન | સંસ્થા | જપ્ત પ્લાસ્ટિક | ઇસમ | વહીવટી ચાર્જ |
સેન્ટ્રલ | 247 | 20.4 | 138 | 47,000 |
ઇસ્ટ-એ | 283 | 26.6 | 106 | 49,450 |
ઇસ્ટ-બી | 660 | 31.12 | 247 | 63,450 |
નોર્થ | 740 | 82.6 | 237 | 66,100 |
વેસ્ટ | 219 | 11.9 | 89 | 12600 |
સાઉથ-એ | 57 | 16.2 | 22 | 5300 |
સાઉથ-બી | 113 | 13.1 | 20 | 4600 |
અઠવા | 104 | 4.9 | 34 | 11,600 |
લિંબાયત | 120 | 10 | 56 | 15,500 |
ટોટલ | 2543 | 217 કિલો | 949 | 2,75,600 |
અન્ય સમાચારો પણ છે…