રાજકોટ22 મિનિટ પહેલા
- કૉપી લિંક

- ઉત્તર ભારતના ઠંડા પવનો શરૂ થતા લોકોને ઠંડી ધ્રુજાવી રહી છે
રાજકોટમાં બુધવારની સરખામણીએ ગુરુવારે લઘુતમ તાપમાન એક ડિગ્રી નીચે ગયું હતું. આ સાથે જ રાજકોટમાં લઘુતમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું. જે સૌરાષ્ટ્રનું સૌથી નીચું તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં ઠંડી-પવનની અસર અહીં વર્તાઇ રહી છે. આ બે દિવસમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચે તેવી સંભાવના છે.
ગુરુવારે અમરેલીમાં 11.6, ભાવનગર 14.6, દ્વારકા 15.2, ઓખા 17.7, પોરબંદર 13.4, રાજકોટ 10.7, વેરાવળ 14.9, સુરેન્દ્રનગર 10.1, મહુવા 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમની સાથે સાથે મહત્તમ તાપમાન પણ નીચું ગયું હતું. મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રમાં 22.8થી લઇને 28 ડિગ્રી નોંધાયું હતું. સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં હતું.
જ્યારે ભાવનગર, ઓખામાં 22.2 ડિગ્રી હતું. રાજકોટમાં સવારે પવનની ઝડપ 14 કિ.મી. હતી. જ્યારે દિવસભર પવન 15 કિ.મી. ફૂંકાયો હતો. પવન વધુ હોવાને કારણે અને લઘુતમ તાપમાન નીચું જતા ઠંડી અને ઠાર બન્ને રહ્યા હતા. સવારે અને રાત્રે સામાન્ય દિવસ કરતા ટ્રાફિક પણ ઓછો રહ્યો હતો. સવારે શાળા-કોલેેજે જતા વિદ્યાર્થીઓની હાજરી પણ ઓછી નોંધાઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ સામાન્ય કરતા નીચું તાપમાન રહેશે. ત્યારબાદ ક્રમશ વધારો થશે.