5 દિવસમાં 217 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, 949ને દંડ કરાયો | 217 kg of banned plastic seized in 5 days, 949 fined

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 2.75 લાખના દંડની વસૂલાત, સૌથી વધુ જથ્થો કતારગામથી ઝડપાયો

1લી જાન્યુઆરી 2023થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરાતા મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ઝુંબેશ હાથ ધરી છે. તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 5 જાન્યુઆરી દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં હાથ ધરેલી કાર્યવાહીમાં 2543 સંસ્થાઓ ને ચેક કરી હતી જેમાં, 217 કિલો કેરી બેગ સહિત ના પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં જપ્ત કર્યું છે.

તો લારી-પાથરણાવાળા, સ્ટોલ સહિત ના સ્થાનો પર 949 ઈસમો પાસેથી મળી કુલ 2.75 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. તમામ ઝોનમાં સૌથી વધુ 82.6 કીલો પ્લાસ્ટિક કતારગામમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. તો સૌથી ઓછું અઠવા ઝોનમાંથી 4.9 કિલો જપ્ત થયું છે.

શહેરભરમાં 2543 દુકાનોમાં ચેકિંગ કરાયું

ઝોન સંસ્થા જપ્ત પ્લાસ્ટિક ઇસમ વહીવટી ચાર્જ
સેન્ટ્રલ 247 20.4 138 47,000
ઇસ્ટ-એ 283 26.6 106 49,450
ઇસ્ટ-બી 660 31.12 247 63,450
નોર્થ 740 82.6 237 66,100
વેસ્ટ 219 11.9 89 12600
સાઉથ-એ 57 16.2 22 5300
સાઉથ-બી 113 13.1 20 4600
અઠવા 104 4.9 34 11,600
લિંબાયત 120 10 56 15,500
ટોટલ 2543 217 કિલો 949 2,75,600

અન્ય સમાચારો પણ છે…

أحدث أقدم