الجمعة، 6 يناير 2023

IITમાં આજથી શિક્ષણ, ઉદ્યોગ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓની બેઠક | A meeting of global leaders from education, industry at IIT from today

ગાંધીનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શિક્ષણવિદ્દો-ઉદ્યોગ અગ્રણીઓ વિચાર વિમર્શ કરશે

આઇઆઇટી પાલજ ખાતે 10મી, એકેડેમિક એડવાઇઝરી કાઉન્સિલ અને 11મી, લીડરશિપ કોન્કલેવ કાર્યક્રમનું આયોજન તારીખ 6ઠ્ઠી અને તારીખ 7મી, જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર છે. જેમાં દેશ અને વિદેશના પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્દો અને ઉદ્યોગ અગ્રણીઓ શિક્ષણ અને ઉદ્યોગ અંગે વિચાર વિમર્શ કરશે.

પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર, પાલજ ખાતે 6 જાન્યુઆરીએ 10મી, એકેડેમિક એડવાઇઝરી કાઉન્સિલની બેઠક યોજાશે. તેમાં શ્રેષ્ઠ ફેકલ્ટી સભ્યોની ભરતી કરાશે. આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા તેમજ ભવિષ્યના ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા નવા શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરવા ઉપર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં ઉદ્યોગસાહસિક્તા અને ટેકનોલોજી ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવા માટે અસરકારક વ્યુહરચનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.

તેમાં મિયામી યુનિવર્સિટી, ક્લેમસન યુનિવર્સિટી,કોલોરાડો યુનિવર્સિટી, યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ લિસ્બન, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી, આઇઆઇટી કાનપુર અને બોમ્બે તેમજ આઇઆઇપીએચજી ગાંધીનગર અને આવી અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાના અગ્રણી શિક્ષણવિદ્દો ભાગ લેશે. જ્યારે 7મીએ 11માં લીડરશીપ કોન્કલેવમાં બેન્કવર્લ્ડ ઇન્કોર્પોરેટેડ, યુએસએ, કાજ વેન્ચર્સ, યુએસએ, નોટ્રે ડેમ યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી, આઇઆઇટી કાનપુર અને બોમ્બે સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિષ્ઠિત વિચારકો, ઉદ્યોગ નિષ્ણાંતો, શિક્ષણવિદ્દો અને સ્ટાર્ટઅપ માર્ગદર્શકો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.