Header Ads

જિજ્ઞેશ મેવાણીના વકીલ દ્વારા કેસ ટ્રાન્સફરની મેટ્રો કોર્ટમાં અરજી, કોર્ટે 5 જાન્યુઆરીએ હુકમ આપવા જણાવ્યું | Application by Jignesh Mevani's lawyer to metro court for case transfer, court asked to pass order on January 5

અમદાવાદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ના વકીલ દ્વારા મેટ્રોકોર્ટમાં કરવામાં આવી હતી અરજી કોર્ટ બદલવા માટે જીગ્નેશ મેવાણીના વકીલે ચીફમેટ્રો કોર્ટ માં અરજી કરી છે બે કેસ અન્ય કોર્ટમાં ચલાવવા માટે જે અરજી કરી હતી એના 5 તારીખે જાન્યુઆરી એ હુકમ પર રાખવામાં આવી છે

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે નીચે મુજબના બે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય લોકો સામે અલગ અલગ બે ગુનાના ના કેસ ની ટ્રાયલ ચલાવવા માટે કોર્ટને બદલવા ની માંગ કરતી અરજી કરવામાં આવી હતી જે બે કેસ છે તેમાં જીજ્ઞેશ મેવાણી અને તેમની સાથે ટેકેદારો દ્વારા રાજધાની ટ્રેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને ગુનો જેતે સમયમાં રેલવે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં જીગ્નેશ મેવાણી સહિત 30 થિ વધુ લોકો સામે જેતે સમયે ગુનો નોંધવામાં આવ્યો હતો જે તમામ લોકો ને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે અને એ કેસ ડે ટુ ડે ચલાવવામાં આવે તેવો ઓડર કરવામાં આવ્યો છે જે અંગે હવે કોર્ટ બદલવા માટે ચીફ મેટ્રો કોર્ટમાં અરજી કરવામાં આવી હતી

નવરંગપુરા માં જીગ્નેશ મેવાણી સહિત અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસ માં પણ કોર્ટ બદલવાની અરજી કરવામાં આવી હતી.

અમદાવાદમાં 2017 ની સાલમાં જીગ્નેશ મેવાણી અને અન્ય લોકો દ્વારા રોજમદારો કર્મચારીઓની પડતર માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સફાઈ કામદારો અને બસ કન્ડક્ટર સહિતના કર્મચારીઓ ની માંગણી ને લઈને જે વિરોધ કરવામાં આવ્યો હતો એ ગુનામાં 7 લોકો સામે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી જેમાં જેતે સમયે જીગ્નેશ મેવાણી સહિત તમામ લોકોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા અને એ કેસ કોર્ટમાં ચાલુ છે એ કેસ માં પણ કોર્ટ ને બદલીને અન્ય કોર્ટમાં કેસ ચલાવાની માગણી ચીફ કોર્ટમાં કરવામાં આવી હતી

કેમ ? અન્ય કોર્ટમાં કેસ ચલાવવા માટે ચીફ કોર્ટમાં અરજી કરવામાં આવી.

ધારસભ્ય જીગ્નેશ મેવાણી ના વકીલ પરેશ વાઘેલાની તબિયત નાદુરસ્ત છે અને જે 21 નમ્બરની કોર્ટ છે તે ડેજીકન્ટેડ કોર્ટ નથી છતાં ત્યાં કેસ ચલવામાં આવે છે 21 નમ્બર ની કોર્ટ માં સ્પેશિયલ એમ પી એમ એ લે ના કેસ ચાલવાની સત્તા આપવામાં આવી નથી અને અરજદારના વકીલ બીમાર છે અને જે અંગે મુદત માંગતી અરજી આપવામાં આવે છે છતાં તેમની અરજી નાં મંજુર કરવામાં આવે છે અને રિવિઝન અરજી કરવામાં આવે છે તેને પણ ના મંજુર કરવામાં આવે છે આ આ કારણો સર જીગ્નેશ મેવાણી ના વકીલ દ્વારા 21 નમ્બર ની કોર્ટ માંથી અન્ય કોર્ટમાં કેસ ટ્રાસ્ફર માટે ચીફ મેટ્રો કોર્ટમાં અરજી કરીને રજુઆત કરવામાં આવી છે જે અંગે હવે બન્ને કેસ ને 21 નમ્બરની કોર્ટમાંથિ અન્ય કોર્ટમાં ટ્રાસ્ફર કરવા કે નહીં તે અંગે 5 જાન્યુઆરીએ હુકમ પર રાખવામાં આવી છે. તેમ જીગ્નેશ મેવાણી ના વકીલ રીતુ મકવાણા જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.