નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા જંગલમાં 64મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું | The 64th Week in the Jungle Plastic Free Girnar Jungle Campaign was organized by Nature First Group

જુનાગઢ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રકૃતિની સેવા માટે કામ કરતી નેચર ફર્સ્ટ સંસ્થા “પર્યાવરણ બચાવો” અંતર્ગત છેલ્લા 64 સપ્તાહથી દર રવિવારે ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ નેચર ફર્સ્ટની ટીમ સાથે હ્યુમાનિટી ફર્સ્ટ ગૃપના મિત્રો દ્વારા ગિરનારના જંગલ વિસ્તારમાં 64મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં આશરે 15 ટન જેટલું પ્લાસ્ટીક એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મિશન પ્લાસ્ટિક ફ્રી જૂનાગઢ યાત્રાધામ, સ્વચ્છ જૂનાગઢ, સ્વચ્છ ગિરનારને સાર્થક કરવા માટે નેચર ફર્સ્ટ ગ્રુપની ટીમ છેલ્લા દોઢ વર્ષથી જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેમાં આજે હ્યુમિનિટી ફર્સ્ટ ગૃપના મિત્રોએ નેચર ફર્સ્ટ ગ્રુપ સાથે સવારા મંડપની સીડી આસપાસના જંગલ વિસ્તારમાં નેચર ફર્સ્ટ સંસ્થાના 64 માં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાનમાં ભાગ લીધો હતો. અને આશરે 45 કિલો પ્લાસ્ટિક એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે.

સ્થાનિક એનજીઓ અને એસએચજીની મદદથી જૂનાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઉત્સુકતા સાથે આગળ આવે તેવી પ્રબળ માંગ પ્રકૃતિ પ્રેમીઓમાં ઊઠી રહી છે.જૂનાગઢની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ નિશુલ્ક માણસો પ્રકૃતિ અને પ્રાણીઓ માટે સેવા કરી દ્રષ્ટાંત પૂરું પાડી રહી છે, ત્યારે આવી જ રીતે આવી કામગીરીની નકલ કરી કેટલાક સંગઠનોએ લોકોની અને પ્રકૃતિ સાથે પ્રાણીઓની સેવા કરવાની વાત જે લોકોની લાગણી સાથે સંકળાયેલ છે, તેનો લાભ લઈ ઉઘરાણા પણ શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આવા લોકોથી સાવચેત રહેવા લોકોને પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post