raju theth murder case gujarat ats arrested lawrence bishnoi gang sharpshooter vijay crime that shakes rajasthan sb – News18 Gujarati

અમદાવાદ: રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો છે. જણાવી દઈએ કે, રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.

આ બાદ વિજય ગુજરાત ભાગી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે ગુજરાત ATSને વિજયની જાણ કરી હતી. તેને માહિતી મળી કે, આરોપી ટ્રકમાં છુપાઈને બીકાનેર જવા રવાના થયો છે. આ પછી તેણે જાળ ફેલાવી વિજયને મહેસાણા નજીકથી પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાનું કાવતરું નવ મહિના પહેલા એપ્રિલમાં લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે બિકાનેરના લુંકરનસરમાં આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: ગેંગસ્ટર આનંદપાલનો બદલો છે રાજૂ ઠેહટની હત્યા? NIA કરશે લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ

રોહિતે શૂટર્સને સૂચના આપી

આ માટે રોહિતે 10 એપ્રિલે શૂટર્સને લુંકરનસર બોલાવ્યા હતા. જે બાદ શૂટરોને સીકર મોકલવામાં આવ્યા હતા. તેણે શૂટર્સને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય એક મોટા ગુનેગારને મારવાનું હતું. આ શૂટરોમાં હરિયાણાના સતીશ મેઘવાલ અને જતીન કુમ્હાર સહિત એક સગીરનો સમાવેશ થાય છે. રોહિતે તેને સીકરમાં તેના માણસ મનીષ જાટ પાસે મોકલ્યા હતા.

આ રીતે આરોપીઓની ટ્રેનિંગ થઈ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષે જ ત્રણેય શૂટરોને સીકરની એક કોચિંગ સંસ્થામાં દાખલ કરાવ્યા હતા. આ પછી પૈસા ભરીને પીજી હોસ્ટેલમાં રાખ્યા હતા. હત્યા પહેલા રોહિતે આયોજનબદ્ધ રીતે મનીષને હથિયારો પહોંચાડ્યા હતા. તેણે રાજુ ઠેહટના શૂટિંગની સમગ્ર જવાબદારી મનીષ જાટને સોંપી હતી. રાજુ ઠેહટની હત્યાના 5 દિવસ પહેલા શૂટર વિક્રમે સીકરના બમરદા ખાતેના ફાર્મ હાઉસમાં ત્રણ શૂટર્સને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી.

આ પણ વાંચો: પોલીસે બિશ્નોઈ ગેંગના નજીકના માણસને પકડ્યો, સગીરને સલમાન ખાનને મારવાનો ટાસ્ક સોંપાયો હતો

ઘરમાં આપ્યો હત્યાને અંજામ

આ માટે રાજુએ ઠેહટનું નકલી પુતળું બનાવીને 5-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શૂટર્સને મેગેઝિન લોડ કરવા, ફાયર બર્સ્ટ કરવા અને સેફ્ટી બટનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ ત્રણ શૂટર્સ સોશિયલ મીડિયા દ્વારા રોહિતના સંપર્કમાં આવ્યા હતા. ત્યારપછી મનીષ જાટે શૂટરો સાથે મળીને રાજુ ઠેહટને તેના ઘરમાં આયોજનબદ્ધ રીતે ગોળીઓ મારીને ભાગી ગયો હતો. પરંતુ આ ગેંગ વોરની ઘટનાના 24 કલાકમાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Gujarat ATS, Lawrence Bishnoi, Murder case

Previous Post Next Post