ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન ડે મેચમાં ભારતનો 67 રને શાનદાર વિજય, શનાકાની સદી

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 67 રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમ 373 રન જેટલો જંગી સ્કોર ખડકીને બોલિંગમાં ઉતરી હતી. ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં બેટિંગ સરળ લાગતી હતી એટ્લે વિરોધી ટીમ શ્રીલંકા પણ સારું રમી રહી હતી. કેપ્ટન દસુન શનાકાએ સદી ફટકારી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ આવ્યા બાદ ભારતે શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સદીની ભાગીદારી કરી હતી. ગિલ 70 અને રોહિત 83 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલીએ 113 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોના શાનદાર યોગદાનને કારણે ભારતે 373 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

ભારતીય ટીમનો સ્કોર એક સમયે 400 થાય એવું લાગતું હતું પણ બાદમાં કોહલીની સદી છ્તાં ટીમ 373 રન સુધી સીમિત રહી હતી. જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકાને વાપસી કરવી મુશ્કેલ લાગી હતી.  નિશંકા 72 અને કેપ્ટન શનાકા સદી બનાવી શક્યા હતા. એક સમયે નિશંકા એક છેડે ઊભો હતો, પણ બીજા છેડે તેને કોઈનો સહારો નહોતો મળ્યો. નિશંકા 72 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ધનંજય ડી’સિલ્વાએ 47 રન બનાવ્યા, પરંતુ તે પૂરતા ન હતા. અંતમાં કેપ્ટન દાસુન શનાકાએ 108 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. શનાકા એક છેડે 108 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 67 રનથી મેચ હારી ગઈ હતી.

Published by:Mayur Solanki

First published:

Tags: IND VS SL, India Vs SL, India vs srilanka