પારડી પોલીસે તપાસ શરૂ કરી
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા બગવાડા ટોલનાકા નજીક રેલવેનો નવો ઓવરબ્રિજ બની રહ્યો છે. ત્યારે બ્રિજના કામ માટે લાખો રૂપિયાનો લોખંડનો સામાન અહીં લાવવામાં આવ્યો છે. જો કે, થોડાં દિવસ અગાઉ આ જગ્યા પરથી મોટી માત્રામાં લોખંડના સળિયાઓ ચોરાયા હોવાનું ધ્યાનમાં આવતા પારડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ હતી. આમ રેલ્વેમાં ચાલી રહેલા કામમાંથી મોટી માત્રામાં લોખંડનો સામાન ચોરાયો હોવાનો બનાવ ધ્યાને આવતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ અને એલસીબી પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
આ તપાસ દરમિયાન વલસાડ જિલ્લા એલસીબી પોલીસના પીઆઇ વી.બી બારડ અને તેમને ટીમને સફળતા મળી છે અને ટીમે વાપી નજીક એક જગ્યાએથી 800 કિલોથી વધુ લોખંડના સળિયાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે આ મામલે તપાસ કરતા ઇશહાક ઉર્ફે કલ્લું સમશુંલ્લા રહેમાની અને શાહિદ ઉર્ફે ગુટલ સુંબરાતી શેખ નામના બે આરોપીઓથી અટકાયત કરી પૂછપરછ કરી હતી. ત્યારે પોલીસની પૂછપરછમાં આરોપીઓએ રેલવેના કામનો સામાન ચોર્યો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે 800 કિલો લોખંડના સળિયા અને અન્ય મુદ્દામાલ મળી અંદાજે 50,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતના નવા DGP કોણ હશે? આ અધિકારીઓના નામ ચર્ચામાં
ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા તેમના ગુનાહિત ભૂતકાળનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના હાથે લોખંડના સળિયા ચોરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી શાહિદ ઉર્ફે ગૂટલ વિરુદ્ધ મહારાષ્ટ્રના શેવરી, ભાયખલા, વડાલા, કુર્લા, નાગપાડા, ડોંગરી, નહેરુ નગર, ડી બી માર્ગ પોલીસ સ્ટેશન, ડી સી બી પોલીસ સ્ટેશન સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં 19થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આથી પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ પોલીસની આગામી તપાસમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ કેસર કેરીના આંબા પર વિષમ આબોહવાથી મોર કાળા પડી ખરી ગયા
આરોપીઓએ મહારાષ્ટ્રમાં તરખાટ મચાવ્યો હતો
મહત્ત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાંથી રેલવેના ફ્રેઇટ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. જ્યાં ઠેર ઠેર કામ ચાલતું હોવાથી લાખો રૂપિયાનો કિંમતી સામાન રેલ્વે ટ્રેકની આજુબાજુમાં રાખવામાં આવે છે. આથી આવા રીઢા ચોરો મોકો મળતાં જ રેલવેના ચાલી રહેલા કામના કીંમતી સામાનની ચોરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે, વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્રમાં તરખાટ મચાવી હવે વલસાડ જિલ્લામાં હાથ ફેરો કરનારા આરોપીઓને દબોચી તેમના વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી શરૂ કરી છે. આથી પોલીસની આગામી તપાસમાં હજુ પણ અનેક ચોંકાવનાર ખુલાસા થવાની પણ શક્યતા જોવાઈ રહી છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Valsad Crime, Valsad LCB, Valsad news, Valsad police