મેમણ સમાજ દ્વારા પ્રથમ વખત મેમણ મેગા સમિટનું 7થી 8 જાન્યુઆરીએ આયોજન, એજ્યુકેશન જોબ ફેરની સાથે મેટ્રોમોનિયલ પણ યોજાશે | For the first time Memon Samaj will organize Memon Mega Summit on 7th to 8th January, Education Job Fair will also be held by Metromonial.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time Memon Samaj Will Organize Memon Mega Summit On 7th To 8th January, Education Job Fair Will Also Be Held By Metromonial.

સુરત17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મેમણ સમાજ દ્વારા પહેલી વખત મેમણ મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar

મેમણ સમાજ દ્વારા પહેલી વખત મેમણ મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં મેમણ સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં છે. એમના દ્વારા પ્રથમ વખત અડાજણ વિસ્તારમાં ઝમ ઝમ પાર્ક ખાતે મેમણ મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 7 અને 8 જાન્યુઆરીના દિવસે આ મેગા સમિટમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે.

એજ્યુકેશન અને જોબ ફેરનું પણ આયોજન
સુરત શહેરના મેમણ સમાજ દ્વારા મેગા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને એજ્યુકેશન અંગેનો માર્ગદર્શન મળી રહે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ, તાલીમ કેન્દ્ર ,રોજગાર વિભાગ વગેરે વિદેશમાં શિક્ષણ સાથેની માહિતી એક જ સ્થળ ઉપર ઉપલબ્ધ થાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મેગા સમિટમાં 42 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જોબફેર માટે પણ 500થી વધુ યુવાનોને તક મળે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત કુલ 50 જેટલી કંપનીઓ દ્વારા 500 કરતાં વધુ યુવાઓને રોજગાર આપવામાં આવશે.

સ્પીકર્સ અને સ્ટાર્ટઅપના લોકો પણ અહીં આવશે
મેગા સમિટમાં જાણીતા મોટિવેશનલ સ્પીકરો તેમજ સ્ટાર્ટઅપમાં યોગદાન આપનાર નવા સાહસિકોને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. અલગ અલગ જાણીતા લોકો અહીં પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશે. પદ્મશ્રી સવજી ધોળકિયા, ફારુક પટેલ, સાલા ખાન સહિતના વ્યક્તિઓ કાર્યક્રમ હાજરી આપશે.

ધોરાજી મેમણ મેટ્રોમોનિયલ પણ યોજાશે
ધોરાજી મેમણ ટ્રસ્ટના પ્રમુખ સોહિલ સાવાણીએ જણાવ્યું કે, અલગ અલગ વિદેશી લોકો અહીં સમિટમાં આવી રહ્યા છે. ઘણા લોકો તો તેમના પરિવાર સાથે અહીં કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વિદેશથી આવનાર લોકોને રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આઠ તારીખના દિવસે ધોરાજી મેમણ સમાજના મેટ્રોમોનીયલનો પણ કાર્યક્રમ છે. જેથી કરીને લગ્ન માટે પણ મુરતિયાંઓ અહીં સરળતાથી શોધી શકે તેવા મારો પ્રયાસ છે. પહેલી વખત આ પ્રકારે અમારા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post