ભાભરમાં પ્રતિબંધિત દોરી અને તુક્કલનું વેચાણ કરતા ચાર ઈસમો ઝડપાયા | Bhabhar police nabbed four people who were selling Chinese lace and tukkal in Bhabhar and registered a case and took legal action.

બનાસકાંઠા (પાલનપુર)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાભર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ત્રણ અને એક તૂક્કલનો વેપાર કરતા શખ્સોની અટકાયત કરી છે. પોલીસે અલગ અલગ વિસ્તરો માંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા શખ્સો ઝડપી પાડયા હતા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ સાથે અલગ અલગ વિસ્તાર માંથી ચાર શખ્સોને અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચાઈનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વેચાણ કરતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા છે. જેમાં ચાઈનીઝ દોરીથી બનતા અકસ્માતો અટકાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ભાભર પોલીસે બાતમી હકીકત આધારે ભાભરમાં ચાઈનીઝ દોરી વેચાણ કરતા ત્રણ ઈસમો તેમજ એક ઈસમ તુક્કલનું વેચાણ કરતા ઝડપી પાડ્યા છે. જેમાં વિષ્ણુભાઈ માળી નેસડા ભાભર, વિક્રમભાઈ ઠાકોર ભાભર, જોરુભા રાઠોડ ભાભર જુના, હાર્દિકભાઈ ઠક્કર ચાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પતંગોની દુકાનોમાં તપાસ કરવામાં આવે તો કેટલીક દુકાનોમાં ચાઈનીઝ દોરી નું વેચાણ થઈ રહ્યું હોવાની બુમરાડ ઉઠી છે. જોકે વહેલી તકે ભાભર અને પાલનપુર શહેર પૂર્વ પોલીસ ની જેમાં બનાસકાંઠાની પોલીસ પણ પતંગની દુકાનો માં તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણ માં ચાઈનીઝ દોરી ઝડપાઈ તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post