https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/orig_thandi_1674086576.jpg
અમરેલી22 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- મોસમનો સૌથી ઠંડો દિવસ : હજુ એક સપ્તાહ ઠંડી રાડ બોલાવશે
અમરેલી પંથકમા દિવસેને દિવસે ઠંડીની તીવ્રતા વધી રહી છે. આજે ઠંડીએ આ શિયાળાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને પારો ગગડીને 8.4 ડિગ્રી સુધી ગગડી જતા જનજીવન જાણે ઠુંઠવાઇ ગયુ હતુ. આમ તો અમરેલી શહેરમા પાછલા કેટલાક દિવસોથી ઠંડીનો પારો 10 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યો છે. તેમાય આજે શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આજે શહેરનુ ન્યુનતમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે મહતમ તાપમાન પણ 28.5 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 56 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.2 કિમીની રહી હતી.
બે દિવસથી કાતિલ ઠંડી પડતા જનજીવન થીજી ગયુ છે. હાડ થીજાવતી ઠંડી પડતા લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રોમા વિંટળાવાની ફરજ પડી રહી છે. તો રાત્રીના સમયે લોકોને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. તો બાબરા પંથકમા પણ પાછલા એકાદ સપ્તાહથી આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. અહી પણ સવારમા શીતલહેર ફરી વળી હતી. જેને પગલે લોકોએ તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે. આગામી એકાદ સપ્તાહ હજુ પણ આવી જ ઠંડી પડવાની શકયતા જોવાઇ રહી છે.
જૂનાગઢમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં આજથી ઠંડીમાં રાહત રહેશે
જૂનાગઢ| જૂનાગઢમાં 5 દિવસથી કાતીલ ઠંડી પડી રહી હતી. જોકે, ગુરૂવારથી ઠંડીમાં રાહત મળવાના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને હવે લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી રહેશે જેથી કડકડતી ઠંડીથી થોડી રાહત રહેશે. અહીં 14 જાન્યુઆરીએ 8.2, 15 જાન્યુઆરીએ 7.8, 16 જાન્યુઆરીએ 6.3, 17જાન્યુઆરીએ 7.2 અને 18 જાન્યુઆરીએ 7.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા લોકો આકરી ઠંડીથી ધ્રૃજી ઉઠ્યા હતા. જોકે, હવે લઘુત્તમ તાપમાનનો પારો ગુરૂવારથી ઉંચકાશે. પરિણામે ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ખાસ કરીને ગુરૂવારથી લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રી આસપાસ રહેશે.