Tuesday, January 17, 2023

Agriculture News: Sabar Dairy Hikes Milk Prices For Farmers

Sabar Dairy: ગુજરાતના બે જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધુ પશુપાલકો માટે આનંદના સમાચાર છે. સાબરડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 21 જાન્યુઆરીથી નવા ભાવ પ્રમાણે પશુપાલકો પાસેથી સાબરડેરી દૂધની ખરીદી કરશે. સાબરડેરી પશુપાલકો પાસેથી 780 રૂપિયા પ્રતિ કિલો ફેટે દૂધ ખરીદી કરતી હતી, 1 તારીખથી પ્રતિ કિલો ફેટે 800 રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચુકવશે.

સ્માર્ટફોન સહાય યોજના સામે ઉઠ્યા સવાલો, મોબાઈલની ખરીદી બાદ અનેક ખેડૂતોને ન મળી સબસીડી

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી સફળતા મેળવે  તે માટે એક પહેલા કરી છે. જે અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતને મોબાઇલ ખરીદી પર 40% સુધી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અનેક ખેડૂતોએ મોબાઈલ લીધા પરંતુ સબસીડીના ફાળવાઈ.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર અને ઇન્ટરનેટથી કનેક્ટ કરી કૃષિ ક્ષેત્રે ખેડૂત પ્રગતિ કરી શકે તે હેતુથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં 7/ 2/ 2022 ના નવા ઠરાવ આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂપિયા 6,000 ની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતો પોતે કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરે ખેડૂતો ખાતર, બિયારણ અને ખેતીલક્ષી માર્ગદર્શન મેળવે તે હેતુ સરકારની આ યોજનામાં અનેક ખેડૂતોએ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સ્માર્ટફોન ખરીદ્યા છે પરંતુ કેટલાક ખેડૂતોને 40% લેખે સબસીડી નથી મળી. ખેડૂતોની માંગ છે કે ત્વરિત સરકારે કરેલી જાહેરાતની અમલવારી થાય અને ખાતામાં પૈસા જમા થાય તેવી માંગ કરવામાં આવી.

live reels News Reels

વાત કરવામાં આવે તો માત્ર ધાનેરા તાલુકામાં જ 72 થી વધુ ખેડૂતોને સબસીડી ના મળી હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અનેક ખેડૂતો હજુ પણ સ્માર્ટફોન સહાય ખરીદીની સબસીડી નથી મળી. જિલ્લા ખેતીવાડી અધિકારીનું માનીએ તો તેમને તમામ બાબતને લઈને બીજ નિગમને સબસીડીની વિગત મોકલ્યા હોવાનો દાવો કર્યો છે. બનાસકાંઠામાં 11,745ના લક્ષ્યાંક સામે 3,405 અરજીઓ પાત્રતા ધરાવતી હતી અને આ પાત્રતા ધરાવતી અરજીઓ પૈકી 2,513 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. 1050 ખેડૂતોએ સહાયની દરખાસ્ત મોકલાઈ હતી જેમાંથી 1038 ખેડૂતોની 57.79 લાખની સહાયની રકમ નોડેલ એજન્સી બીજ નિગમને મોકલવામાં આવી છે.