Tuesday, January 17, 2023

ગાંધીનગરનાં પથીકાશ્રમ પાછળની ઝાડીમાં યુગલને પોલીસની ઓળખ આપી લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ, આરોપીઓ દારૂ પીને નોનવેજ ખાવા આવ્યા હતા | The gang that robbed the couple was caught in the bush behind Pathikashram in Gandhinagar, the accused had come to eat non-veg after drinking alcohol.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/01_1673929975.jpg

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Gang That Robbed The Couple Was Caught In The Bush Behind Pathikashram In Gandhinagar, The Accused Had Come To Eat Non veg After Drinking Alcohol.

ગાંધીનગર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ડાબેથી મુખ્ય સૂત્રધાર રાજુ સોલંકી અને રાહુલ દેવી પૂજક - Divya Bhaskar

ડાબેથી મુખ્ય સૂત્રધાર રાજુ સોલંકી અને રાહુલ દેવી પૂજક

ગાંધીનગર એસ.ટી ડેપોની પાછળ આવેલ નોનવેજની હાટડીઓ પાસેની ઝાડીમાં લઘુશંકા કરવા ગયેલી વડોદરાની યુવતી અને તેના મિત્રને પોલીસની ઓળખાણ આપી દુષ્કર્મનો પ્રયાસ કરી લૂંટ કરનાર અમદાવાદના સરદારનગરનાં 16 વર્ષીય સગીર સહિત ત્રણને સેકટર – 7 પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દેવાયો છે. ત્રણેય ઈસમો દારૂ પીધા પછી નોનવેજ ખાવા આવેલા એ દરમ્યાન યુગલને ઝાડીમાં જોઈને લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જો કે એક કિન્નરની હિંમતથી આરોપીઓનો મલિન ઈરાદો પાર પડ્યો ન હતો.

યુવતી ગાંધીનગર વાળ કપાવવા આવી હતી
ગાંધીનગરમાં સાંજ પડતાં જ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયેલા એસ.ટી ડેપો પાછળના વિસ્તારની ઝાડીમાં યુગલને બાનમાં લઈ લુંટી લેવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં વડોદરા અને મૂળ ગાંધીધામની 26 વર્ષીય યુવતી ઓક્ટોબર મહિનામાં કુડાસણ ઉમિયા કોમ્પલેક્ષમાં રહેતાં મિત્ર આકાશ (નામ બદલ્યું છે) સાથે ઈલેક્ટ્રીક સ્કૂટર પર બેસી અમદાવાદથી ગાંધીનગર વાળ કપાવવા માટે આવી હતી.

કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે યુવતીની ઇજ્જત બચાવી હતી.

કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે યુવતીની ઇજ્જત બચાવી હતી.

આરોપીઓએ પોલીસની ઓળખ આપી હતી
​​​​​​​બાદમાં વડોદરા પરત જવા બંને એસ.ટી ડેપો આવેલા પરંતુ બસ ઉપડવામાં ઘણી વાર હોવાથી બન્ને જણાં ફરતાં ફરતાં એસ.ટી ડેપોની પાછળના વિસ્તારમાં નીકળ્યા હતા. જ્યાં સ્કૂટર સાઈડમાં રાખી યુવતી લઘુશંકા કરવા ઝાડીમાં ગઈ હતી. જેની સાથે આકાશ પણ હતો. આ દરમિયાન બાઈક ઉપર આવેલા ત્રણ ઈસમો પૈકીના એકે પોલીસની ઓળખાણ આપી ‘સ્કુટર ચોરીનું છે અને ડેકી ચેક કરવી છે’ એમ કહીને આકાશને લાફા મારી રૂ. 800 લૂંટી લીધા હતા. જોકે, ઈલેક્ટ્રીક સ્કૂટર મોબાઇલ પાસવર્ડથી ચાલતું હોવાથી ત્રણેય લૂંટારૃ વધુ રોષે ભરાઈ આકાશને ઢોર માર મારવા લાગ્યા હતા. જે પૈકીના એક લૂંટારૃએ યુવતી ઉપર દાનત બગાડીને શારીરિક અડપલાં શરૂ કરી દીધા હતા અને ધક્કો મારીને નીચે પાડવાની કોશિષ કરવા લાગ્યો હતો. બાદમાં યુવતીની બુટ્ટી, વીંટી અને સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

સીધા જતાં રોડના ખુણામાં ઝાડીમાં બનાવ બન્યો હતો.

સીધા જતાં રોડના ખુણામાં ઝાડીમાં બનાવ બન્યો હતો.

કિન્નરે લૂંટારૂઓનો સામનો કરી યુવતીની ઇજ્જત બચાવી હતી
આબરૂ લૂંટાવાની દહેશતથી ફફડી ઉઠેલી યુવતીએ બુમાબુમ કરી મુકતા અત્રેથી પસાર થતાં કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે લૂંટારૃઓનો હિંમતપૂર્વક પ્રતિકાર કરીને યુવતીની લાજ લૂંટાતા બચાવી લીધી હતી. જેથી લૂંટારૃઓ બાઈક મૂકીને અંધારામાં નાસી છુટયા હતા. આ બનાવનાં પગલે સેકટર – 7 પીઆઈ પરાગ ચૌહાણનાં સુપરવિઝન હેઠળ પીએસઆઇ ડી એમ પરમારે ટીમ સાથે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી.

તપાસ અધિકારી પીએસઆઇ ડી.એમ. પરમાર.

તપાસ અધિકારી પીએસઆઇ ડી.એમ. પરમાર.

એક આરોપીની પરિણીત પ્રેમિકા પોલીસ મથકે પહોંચી હતી
આ દરમિયાન એક મહિલા પોલીસ મથકે પહોંચી હતી. જેણે પોલીસ સમક્ષ થિયરી રજૂ કરેલી કે ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ તેના પતિનું છે. અને આ ગુના પાછળ તેના પતિનો હાથ છે. જો કે પોલીસના ગળે આ વાત ઉતરી ન હતી. અને વધુ તપાસ કરતાં માલુમ પડયું હતું કે મહિલાને લફરું ચાલતું હોવાથી પતિને ફસાવી દેવા સ્ટોરી ઉપજાવી કાઢવામાં આવી છે. જેથી પોલીસે મહિલા તરફ ધ્યાન કેંદ્રિત કરી ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસ કરતાં શંકાસ્પદ મોબાઇલ નંબરો મળી આવ્યા હતા. જેમાં મહિલાને રાજુ હરિભાઈ સોલંકી(રહે. જવાહરનગર કોલોની, સરદારનગર, અમદાવાદ) સાથે અવૈધ સંબંધો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આરોપીઓ દારૂ પીને નોનવેજ ખાવા આવ્યા હતા: પોલીસ ઇન્સ્પેકટર પરાગ ચૌહાણ
આ અંગે પોલીસ ઇન્સ્પેકટર પરાગ ચૌહાણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં આખી લૂંટનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જેથી પહેલા રાહુલ દેવી પૂજક (રહે. રમેશદત્ત કોલોની સરદાર નગર) અને એક 16 વર્ષના સગીરને ઉઠાવી લઈ પૂછતાંછ કરતાં રાજુ સોલંકી સાથે મળીને ઉક્ત ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેનાં થોડા દિવસો પછી રાજુ સોલંકીને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો પીએસઆઇ ડી એમ પરમારે ઉમેર્યુ હતું કે, રાજુ, રાહુલ અને સગીર એમ ત્રણેય જણાં બનાવના દિવસે બાઈક લઈને રણાસણ દારૂ પીને એસ.ટી ડેપોની પાછળ નોનવેજ ખાવા આવ્યા હતા.

જામીન અરજી પણ કોર્ટે ફગાવી ​​​​​​​
યુવક યુવતીને ઝાડીમાં જોઈને રાજુ સોલંકીએ લૂંટનો પ્લાન ઘડયો હતો અને બંનેને પોલીસની ઓળખ આપી લૂંટ કરી હતી. ત્યારે રાજુએ યુવતી સાથે બળજબરી કરી હતી. એ દરમિયાન કિન્નર નૂતન દે ઉર્ફે એન્જલે બહાદુરીપૂર્વક સામનો કરતાં ત્રણેય બાઈક મૂકીને નાસી ગયા હતા. જેઓની ઓળખ પરેડમાં યુવક યુવતી અને કિન્નરે ત્રણેયને ઓળખી બતાવ્યા હતા.ત્યારે સગીર વયના કિશોરને રિમાન્ડ હોમ તેમજ રાહુલ અને રાજુને સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેઓએ જેલમાંથી છૂટવા મૂકેલ જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. વધુમાં પીએસઆઇ પરમારે કહ્યું હતું કે આરોપીના ગુનાહિત તપાસતા ઉક્ત મોડસ ઓપરેન્ડી થકી રાજુ સોલંકીએ રાજુ સોલંકી પણ ગુના આચર્યા છે. જેનાં વિરુદ્ધ સરદારનગર પોલીસ મથકમાં ગુના પણ નોંધાયા છે. જ્યારે રાહુલ પાસાનાં ગુનામાં જેલમાં જઈ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…