An operation was performed on the injured lion cub jaw aga – News18 Gujarati

Abhishek Gondaliya, Amreli: ગીર પૂર્વેના પાણિયા રેન્જમાંથી એક ઘાયલ સિંહબાળને જ પકડવામાં આવ્યું હતું. સિંહબાળના જડબામાં ફેક્ચર થયું હતું. જેથી રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને તેના જડબાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

વન અધિકારી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગીર પૂર્વની વાણિયા રેન્જમાંથી ઝડપાયેલા એક ઘાયલ સિંહબાળને જડબામાં ખૂબ જ ઈજા હોય જેથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જૂનાગઢની વેટનરી કોલેજના તબીબો દ્વારા આજે સિંહબાળના જડબાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સિંહબાળને જડબામાં ફેક્ચર થયું હતું. ગીર પૂર્વ ધારી ડિવિઝન નીચે રેન્જમાં થોડા દિવસ પહેલાં ઘાયલ થયેલા સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જેને એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યું હતું. એનિમલ કેરમાં જડબામાં ફેક્ચર થયા હોવાનું નિદાન થયું હતું.

સિંહબાળને જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટી હસ્તકની વેટનેરી કોલેજમાં ખસેડાયું હતું. અહીંના વેટેનરી ડો. વૈભવ સી. ડોડીયા ડો. હાર્દિક, ડો. પિયુષ માલવી તથા વેટનરી કોલેજની ટીમ દ્વારા સિંહબાળના જડબાનું ઓપરેશન કરાયું હતું.

મુખ્ય વન રક્ષક આરાધના શાહુ તથા ધારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા અને કોલેજના ડેન ડો.પી.એચ. ટાંકે સફળ સર્જરી કરનાર ટીમને બિરદાવી હતી.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Asiatic Lion, Local 18, Surgery

أحدث أقدم