Mumbai: Honeytrap Connection Found! Cocaine Worth More Than 28 Crores Found In A Man's Bag At The Airport

Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ ઝડપાયાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કસ્ટમ વિભાગે ઘણી વખત એરપોર્ટ પરથી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. ડ્રગ્સના માફિયાઓ  અન્ડરગાર્મેન્ટમાં છુપાવીને ડ્રગ્સની હેરફેર કરે છે.

Mumbai Airport Drugs Seized: મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે એક વ્યક્તિની બેગમાંથી રૂ. 28 કરોડનું કોકેઈન જપ્ત કર્યું છે. કસ્ટમ અધિકારીઓએ ભારતીય મુસાફરોની ધરપકડ કરી છે. કસ્ટમ વિભાગે જણાવ્યું કે, ધરપકડ કરાયેલ વ્યક્તિને અન્ય વ્યક્તિએ ડ્રગ્સ લઈ જવાની લાલચ આપી હતી. તેઓ સોશિયલ મીડિયા પર પણ મળ્યા હતા.

કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિ દાણચોરીના ભાગ બનવા માટે હનીટ્રેપ કરવામાં આવ્યો હતો. તેની બેગમાંથી રૂ. 28.10 કરોડની કિંમતનું 2.81 કિલો કોકેન મળી આવ્યું છે. જણાવી દઈએ કે મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ જપ્ત થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કસ્ટમે ઘણી વખત ડ્રગ્સ સ્મગલરની ધરપકડ કરી છે.

31.29 કરોડના ડ્રગ્સ રિકવર કરવામાં આવ્યા:

ત્રણ દિવસ પહેલા, 6 જાન્યુઆરીએ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બે અલગ-અલગ કેસમાં 31.29 કરોડની કિંમતનું 4.47 કિલો હેરોઈન અને 15.96 કરોડની કિંમતનું 1.59 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું.

ફોલ્ડર્સ અને બટનોમાં છુપાવ્યા હતા  કોકેઈન અને હેરોઈન: 

અધિકારીઓના જણાવ્યા મુજબ, એક આંતરરાષ્ટ્રીય મુસાફરે ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં હેરોઈન છુપાવ્યું હતું, જ્યારે અન્ય પેસેન્જર પોતાના કપડાના બટનમાં કોકેઈન સાથે પકડાયો હતો. કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા હતા અને આરોપી મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

 


أحدث أقدم