બનાસકાંઠા (પાલનપુર)6 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાલનપુરમાં તબીબે એક બાળકીને કાર નીચે કચડી નાખતા બાળકીનું મોત થયાં હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર એરોમા સર્કલ પર ઉભી રહેલી બાળકીને કારે ટક્કર મારી હતી. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેથી બાળકીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારે તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એરોમા સર્કલ પરની ઘટના
બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં હાઇવે એરોમાં સર્કલ નજીક એક કાર ચાલકે એક બાળકીને ટક્કર મારતા બાળકી ગંભીર રીતે ઘયાલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીની માતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું મારી નાની દીકરી ભારતીબેન વર્ષ 4ની તથા મારો મોટો દીકરો પાલનપુર એરોમા સર્કલ કેપલ હોટલ પાસે હાઇવે રોડની સાઇડમાં ઉભા હતા. ત્યારે એક સફેદ કલરની ગાડી કેપલ હોટલની ગલીમાંથી એકદમ પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવી મારી દીકરી ભારતીને ટક્કર મારતા મારી દીકરી ભારતી નીચે પડી ગઇ હતી. જેથી ગાડીનુ ટાયર મારી દીકરી ભારતી ઉપર ફરીવળ્યું હતું.
ડોક્ટર સામે કાર્યવાહી કરવા માતાની ફરિયાદ
આ દરમિયાન આજુબાજુથી લોકો ભેગ થઇ જતા મારી દીકરી ભારતીને પાલનપુર નજીકની હોસ્પીટલમાં સારવાર કરવા લઇ ગયા હતા અને સારવાર દરમિયાન મારી દીકરીનું મોત થયું હતું. અકસ્માત કરનાર ગાડીનો નંબર લોકોએ જોયેલ હતો અને મને જાણવા મળેલું કે, આ ગાડીનો નંબર( GJ-08-BF-4939)નો હતો. જે ગાડી કેપલ હોટલ પાછળ પોતાનું દવાખાનુ ધરાવતા ડોક્ટર મીલન મોદી ચલાવત હતા. જેથી મારી દીકરીનું ડોક્ટરની બેદરકારીના લીધે મોત થયું છે. જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી ફરિયાદ છે.