બજેટ સત્ર પહેલા ધારાસભ્ય હાર્દિક પટેલની રજૂઆત

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના વર્ષ 2023- 24 ના બજેટ સત્ર પહેલા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારના જુદા જુદા વિકાસના કામોને લઈ ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરતા જોવા મળી રહેલા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ આજે ગાંધીનગર સચિવાલય ખાતે સંકુલ પર મુખ્યમંત્રી અને જુદા જુદા વિભાગના મંત્રીઓને વિરમગામ વિધાનસભામાં વિકાસના કાર્યો માટે વર્ષ 2023- 24 ના બજેટમાં નાણા પાડવા માટેની રજૂઆત કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે મુખ્યમંત્રી અને જુદા જુદા વિભાગના મંત્રીઓને ગુજરાત સરકારના 2023-24ના બજેટમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના જરૂરી કામોની માગણી કરી હતી..

વિરમગામ વિધાનસભા મત વિસ્તારના વિરમગામ નગર પાલિકાના લેવાના કામોની વાત કરીએ તો, વિરમગામ નગર પાલિકા વિસ્તારમાં ઐતિહાસિક કોટ તથા મુનસર તળાવનુ બ્યુટીફીકેશન કરવાનુ કામ માટે બજેટની માંગ કરી છે. વિરમગામ શહેરની વસ્તી 1,00,000થી વધુની છે અને 800 વર્ષ જુના મુનસર તળાવ તથા શહેરની ફરતે બનેલા ઐતિહાસિક કોટથી વિરમગામની ઓળખ છે. ઐતિહાસિક કોટ તથા મુનસર તળાવનુ બ્યુટીફીકેશન કરાવવાથી વિરમગામ શહેરની જનતાને પર્યટક સ્થળ મળી શકે તેમ છે. મુનસર તળાવ અને ઐતિહાસિક કોટના નવનિર્માણ માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ જરૂરી છે.

વિરમગામ શહેરમાં 1000 નવા સરકારી (E.W.S) આવાસો બનાવવાનુ કામની પણ વાત કરવામાં આવી છે. વિરમગામ શહેરમાં ઝુપડપટ્ટી વધારે હોવાથી આ આવાસો થાય તો ગરીબ લોકોને પાકા મકાન મળી જાય, જેથી ચોમાસુ, શિયાળો, ઉનાળાથી રક્ષણ મળે અને માંદગી પણ ન આવે માટે આ બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર કરવા મારી ખાસ ભલામણ કરવામાં આવી છે. વિરમગામ સેવાસદનથી મુનસર તળાવથી ગંગાસર તળાવથી મેઈન હાઈવેને જોડતો ચાર માર્ગીય રસ્તાનું નિર્માણ કરવું. જેને વિકાસપથ તરીકે પણ ઓળખ આપી શકાય.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધશે કે માવઠું પડશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી

વિરમગામ શહેરના હાંસલપુર (શેરેશ્વર) ખાતે સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ બનાવવાનું કામ છે:- વિરમગામ વિધાનસભા મત વિસ્તારના વિરમગામ તાલુકાના લેવાના કામો અને સચાણા – ઓગણ – કાયલા રોડને 7.00 મીટર પહોળો કરીને ડેવલોપ કરવાનું કામની જોગવાઈ કરવામાં આવી છે. જો આ રોડને હાઈવે બનાવવામાં આવે તો ઉત્તર ગુજરાતથી સીધો સૌરાષ્ટ્ર વિસ્તારને જોડતો રોડ બની શકે જે લીબડી હાઈવેને બગોદરા જોઈન્ટ થઈ શકે અને નળકાંઠાની જીવાદોરી સમાન છે.

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં બસ ડેપો બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ બસ ડેપો બનાવવાથી નળકાંઠાના 32 ગામો તેમજ ત્યાંથી બગોદરા તાલુકાના ભાલ નળકાંઠાના 25 ગામોને આ ડેપો બનાવવાથી લાભ મળતો હોઈ તેમજ ત્યાં મોટુ નળસરોવર પર્યટક સ્થળ છે અને ત્યાંના લોકો આર્થિક રીતે પછાત હોવાથી ત્યાં બસ ડેપો બનાવવાને અગ્રીમતા આપી યોગ્ય ઘટતુ કરી નિયમોનુસાર મંજુર કરવા વિનંતી.

આ પણ વાંચો: સમ્મેદ શિખર બચાવવા માટે અનશન પર બેઠેલા જૈન મુનિ સુજ્ઞેયસાગરે પ્રાણ ત્યાગ કર્યા

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આઈ.સી.યુ ધરાવતી 30 બેડની હોસ્પીટલ અને નર્સીંગ કોલેજ બનાવવાનુ કામ બાબતમાં થયેલી રજૂઆત, કોલેજ અને હોસ્પીટલ બનાવવાથી નળકાંઠાના તથા ભાલ નળકાંઠાના તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કાંઠાની બોર્ડરના લોકોને હોસ્પીટલ અને નર્સીંગ કોલેજનો લાભ થાય અને આપણા માધ્યમથી સેવા પણ થઈ શકે તો અમારી માંગણી બજેટના કામોમાં લેવા પણ રજૂઆત કરવામાં આવી છે.

વિરમગામ વિધાનસભા મત વિસ્તારના દેત્રોજ તાલુકાના લેવાના કામોની વાત કરવામાં આવે તો દેત્રોજ ખાતે આઈ. સી.યુ (ICU) ધરાવતી 30 બેડની હોસ્પિટલ બનાવવાના કામની પણ વાત કરવામાં આવી છે. દેત્રોજ તાલુકાની આજુબાજુ 58 ગામો તેમજ દેત્રોજ સેન્ટર આવેલુ છે. તેથી આ હોસ્પિટલ બનાવવાથી જે દર્દીને વિરમગામ સેન્ટર જવા માટે 35 કિ.મી દૂર જવુ પડે છે, અને વિરમગામ પહોંચતા એકાદ કલાક થાય છે જેથી સિરીયસ દર્દીનો જીવ બચાવવા આ હોસ્પિટલ બનાવવા માટે અમારી ખાસ માંગણી હોઈ બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક દિગ્ગજે છોડી દીધો શો!

દેત્રોજ તાલુકામાં સ્પોર્ટસ કોમપ્લેક્ષ બનાવવાનુ કામ:- સ્પોર્ટસ કોમપ્લેક્ષ બનવાથી યુવાનો ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ઔલોમ્પીક રમતો ની તૈયારી માટે, તેમજ અગ્નિપથ યોજનાની તૈયારી કરી શકે. દેત્રોજ-વિઠ્ઠલાપુર રોડ ઉપર દેત્રોજ ગામ પાસે રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના કામની રજૂઆત કરવામાં આવી છે. માંડલ તથા દેત્રોજ તાલુકામાં માંડલ GIDC, હોન્ડા ટુ- વ્હીલર તથા મારૂતિ ફોર વ્હીલર તેમજ નાની-મોટી જુદી જુદી 500 કંપનીઓ આવેલી છે. આ બ્રીજ બનાવવાથી સીધુ ઉત્તર ગુજરાતના ધાર્મિક સ્થળ બહુચરાજી તેમજ કચ્છ જવા માટે વાયા વરમોર-દસાડાથી સીધુ કચ્છ જવા માટે સરળતા રહે તો આ કામ બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર પણ કરવા વિનંતી કરવામાં આવી છે.

કડી-સંગપુરા-રામપુરા-માંડલ રોડ ઉપર ગૉરૈયા શાખા કેનાલ તથા રેલ્વે ઉપર રામપુરા ખાતે ઓવરબ્રીજ બનાવવાનુ કામ:- આ બ્રીજ થવાથી કડીથી કચ્છ જવા માટે સરળતા થઈ જાય તેમજ રામપુરા માંથી ટ્રક, ટ્રેઈલર વગેરે હાલ જઈ શકતા નથી તે વાયા વિરમગામ થી જવુ પડે છે તો આ બ્રીજ થવાથી વાયા વિરમગામ ન જવુ પડે તેનાથી 20 કિ.મી નુ અંતર સીધુ ઘટી જાય અને કાયમી ડીઝલ-પેટ્રોલની બચત થાય તેમજ વિરમગામથી કચ્છ જવાનો ટ્રાફીક પણ ઘટી જાય તો આ કામ સત્વરે બજેટમાં લઈ નિયમોનુસાર મંજુર કરવા આપ સાહેબને વિનંતી કરાઈ છે.

આ પણ વાંચો:  તબીબે બાળકીને કાર નીચે કચડી નાંખી, મોત થતા લોકોમાં રોષ

માંડલ તાલુકાના લેવાના કામોની રજૂઆત

માંડલ ગામ પાસે પાણીના ઓકરા પર રીવરફ્રન્ટ તથા ચેકડેમ બનાવવાનુ કામ:- જે બનાવવાથી ફરવા લાયક સ્થળ, વોકીંગ માટે, તેમજ ઘરડા લોકોને બેસવા તેમજ ગામની સુંદરતા વધે તેવા ઘણા જ ફાયદા થાય તેમ છે તેમજ પાણીના કારણે ખેડુતોને સિંચાઈ ની પણ સગવડ મળી રહે. આ પછી વાત કરવામાં આવે તો, માંડલ બાયપાસ રોડને ફોરલેન બનાવવાનુ કામ:- માંડલ ખાતે શ્રી ખંભલાવ્ય માતાજીનુ મોટુ યાત્રાધામ હોવાથી અહીંયા અવાર નવાર પુનમ તેમજ તહેવારો ઉપર ખુબ જ દર્શનાર્થી આવે છે જેને કારણે ટ્રાફીક થાય છે. ફોરલેન બાયપાસ રોડ થવાથી માંડલ ગામનો ટ્રાફીક ઘટી જાય, તેમજ માંડલ અને સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં જવા માટે લોકોને સરળતા રહે.

માંડલ પાસે પશુ દવાખાનુ તથા બીજદાન કેન્દ્ર બનાવવાનુ કામ :- માંડલ તાલુકાના આજુબાજુના ૫૦ ગામોને આ પશુ દવાખાનાનો લાભ મળે, વિરમગામ સેન્ટર 25 કિ.મી દૂર હોવાથી અને અહિંયા પશુપાલકોની તથા પશુઓની સંખ્યા વધુ હોવાથી પશુધન તથા ખેડુતોને સીધો ફાયદો થાય તેમ છે. ત્રણેય તાલુકાના અગત્યના લેવાના કામોની વાત કરવામાં આવે તો, પનાર-ભીમગઢ-ધાકડી-ડેડીયાસણ ડ્રેઈન-દેથલી-જાલીસણા-માંડલ ડ્રેઈન (માંડલ ઓકરો) ઓઢવ-વિઠ્ઠલાપુર (જેસંગપુરા)-માંડલ ડ્રેઈન, હીરાપુરા-વિરમગામ હાંસલપુર (થે)-વણી-કાંકરાવાડી ડ્રેઈન માટે પણ રજૂઆત કરવામાં આવે છે.

આ પણા વાંચો: મારો છોકરો ભલે 10 છોકરીઓ સાથે સૂતો હોય પણ રાત્રે તારી પાસે આવે છે ને?

આ તમામ વરસાદી ડ્રેઈનમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી બાવળ, ઝાડી, ઝાંખરા, તેમજ મોટા પ્રમાણમાં બુરાણ થઈ ગયેલ છે, તો આ તમામ ડ્રેઈનમાં ડીસીલ્ટીંગ તથા જંગલ કટીંગ કરી તેમાં થોડાં – થોડાં અંતરે ચેકડેમો બાંધી નર્મદાનું પાણી આ ડ્રેઈનમાં છોડવામાં આવે તો નર્મદાના પાણીથી ખેડુતોના સિંચાઈના પાણીના ઘણા બધા પ્રશ્નોનુ નિવારણ થઈ શકે. નર્મદાના પાણી સમયસર મળે તો ખેડુતોના ઘણા બધા પ્રશ્નોના ઉકેલ આવી શકે અને તેમની આર્થિક પરિસ્થિતિમાં ઘણો બધો ફાયદો થાય, ખેડુત સમૃદ્ધ બને. આ કામને અગ્રીમતા આપી આ બજેટમાં નિયમોનુસાર લેવા મારી આપ સાહેબને વિનંતી.

વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ – દેત્રોજ – માંડલ તથા નળકાંઠા વિસ્તારના ત્રણ તાલુકામાં 150 ગામો તેમજ ત્રણ શહેર આવેલા છે, જે ઘણો જ મોટો વિસ્તાર હોવાને કારણે 150 કિ.મી સુધીના નોન પ્લાન રસ્તાના નિર્માણ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવી, આ કાર્યથી એક થી બીજા ગામ જવા માટે 10 થી 12 કિ.મી ફરીને જવું પડે છે તો સીધા 3 થી 3.50 કિ.મી અંતર થઇ જવાથી લોકોને સરળતા રહે અને લાંબા સમયે જનતાને પેટ્રોલ – ડીઝલ ની બચત થાય, અંતર ટુંકુ થાય, ખેડુતોને આર્થિક લાભ થાય અને જમીનોની કિંમતોમાં ઉત્તરોત્તર વધારો થાય તેમ છે, તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Vimal Prajapati

First published:

Tags: Budget 2023, Hardik Patel Bail, Viramgam