સુરતની યુવતીને નાઇઝિરિયન યુવકે લગ્ન કરવાની લાલચ આપી છેતરી, ગિફ્ટ છોડાવવા લાખ્ખો રૂપિયા ખંખેર્યા
નાઇઝિરિયન યુવકે લગ્ન સુધીની વાત કરી
સુરતની યુવતી નાઇઝિરિયન યુવક સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી હતી. નાઇઝિરિયન યુવક વેબસાઇટ ડેવલપરનો અભ્યાસ કરવા માટે દિલ્હી આવ્યો હતો. ત્યારે દિલ્હીથી સુરતની જ્યોતિ સાથે સંપર્કમાં આવ્યો હતો. થોડા દિવસ સંપર્કમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની વાત કરી હતી. નાઇઝિરિયન યુવકે તેને એક ગિફ્ટ મોકલી હતી અને તેને લેવા માટે યુવતીએ રૂપિયા ચૂકવવા પડશે તેવી વાત કરી હતી. આમ, નાઇઝિરિયન યુવકે ષડયંત્ર રચીને રૂપિયા ખંખેરી લીધા હતા.
દિલ્હીથી ગિફ્ટ છોડાવવા માટે ફોન આવ્યો
દિલ્હી ઇમિગ્રેશનમાંથી પ્રિયા નામથી ફોન કરવામાં આવ્યો હતો અને તેણે એરપોર્ટ કર્મચારી તરીકે ઓળખ આપી હતી. સુરતની યુવતીને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે, ગિફ્ટ આવી છે તેને છોડાવવા માટે પાઉન્ડને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવા પડશે અને તેના માટેનો ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદ જ ગિફ્ટ મળી શકશે.
આ પણ વાંચોઃ માતાના દર્શને જતા સમયે ટેમ્પો પલટી જતાં 2 બાળકોના મોત
યુવતી પાસેથી રૂપિયા ખંખેરવામાં આવ્યાં
સુરતની યુવતીએ નાઈઝિરિયન યુવકે મોકલેલા ગિફ્ટને છોડાવવા માટે તારીખ 1 મેથી 12 ઓગસ્ટ, 2022 સુધીમાં 57.39 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. યુવતી દ્વારા અલગ અલગ બે એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાને જાણ થઈ હતી કે તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે મહિલાએ સાયબર ક્રાઇમમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ઇન્કમટેક્ષની બોગસ નોટીશો અને ચલણો દ્વારા છેતરપિંડી
પોલીસે આરોપીની ધરપકડ કરી
સાયબર પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરીને દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ભૂતકાળમાં પણ તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. તો સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cyber crime branch, Surat crime news, Surat Cyber Crime, Surat news, Surat police
Post a Comment