ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાંથી પાર્સલોમાં પેક 204 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી | Police seized 204 bottles of foreign liquor packed in parcels from the bus during vehicle checking from Chandrala Naka point in Gandhinagar.
ગાંધીનગર14 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ સામેના હાઇવે રોડ પરના નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન લકઝરી બસમાં પાર્સલમાં પેક વિદેશી દારૂની 204 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂની બોટલો જપ્ત કરી અમદાવાદ શાહીબાગનાં ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બસમાં મુસાફરોના સામાનની તલાશી લેવાઈ
ગાંધીનગરનાં ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામેના હાઇવે રોડ પરના નાકા પોઈન્ટ ઉપર ચીલોડા પોલીસ નિત્યક્રમ મુજબ હિંમતનગર તરફથી આવતાં વાહનોને એક પછી એક રોકીને ચેકીંગ કરી રહી હતી. ત્યારે હિંમતનગરથી આવતી લકઝરી બસને રોકી દેવામાં આવી હતી. બાદમાં ડ્રાઇવર કંડકટરને સાથે રાખીને બસના મુસાફરોના સામાનની તલાશી શરૂ કરવામાં આવી હતી. જો કે મુસાફરો પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન હતી.
શંકાસ્પદ હાલતમાં ત્રણ પાર્સલો પડ્યા હતા
આ દરમિયાન પોલીસે લકઝરી બસની સામાન મૂકવાની ડેકીની તલાશી લેવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં ત્રણ પાર્સલો પડ્યા હતા. જે બાબતે પૂછતાંછ કરતાં બસના ડ્રાઈવરે કહ્યું હતું કે, બાલોતરા ઉદયપુર રાજસ્થાને ખાતેથી લાવ્યાં છે. જે અમદાવાદ શાહીબાગ ખાતેના જયેશ બારોટ નામના ઈસમે મોકલવામાં આવ્યાં છે. અમદાવાદ પહોંચતા જયેશનો માણસ પાર્સલો લેવા આવવાનો હતો.
જેનાં પગલે પોલીસે પાર્સલોની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 32 હજાર 306 રૂપિયા ગણીને પોલીસે જયેશ બારોટ નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Post a Comment