Sunday, January 1, 2023

લૂંટના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

સુરત: સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાથી આવેલા એક વેપારીનું રિક્ષામાં અપહરણ કર્યા બાદ તેના મોબાઈલ સહિત એકાઉન્ટમાંથી રૂપિયા લૂંટી લેવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૂળ મહારાષ્ટ્રના આ વેપારીનું પૈસા લેતી દેતીમાં અપહરણ કર્યાની બાબત સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ભૂતકાળ રૂપિયા નહીં આપતા આ ઘટના અંજામ આપવામા આવ્યો છે.

વેપારીનું એપહરણ કરી 4,00,000ની લૂંટી લીધા

થોડા દિવસ પહેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં પુનાજી સ્પેરપાર્ટમાં વેપાર કરતો વેપારી સુરત આવ્યો હતો. તેને સુરત રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસાડીને લઈ ગયા બાદ આંખે પટ્ટા બાંધી એક રૂમમાં રાખી તેને માર મારી તેના એકાઉન્ટમાંથી 4,00,000ની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ બાદ આ મામલે સુરતની મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી મૂળ પુનાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને તે સ્પેરપાર્ટનો ધંધો કરતો હતો.આ પણ વાંચો: 2022ના અંતિમ દિવસે સુરતમાં વધુ એક અંગદાન કિરણ હોસ્પિટલથી કરાવ્યું

આરોપીઓ અને ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા

આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પણ નાના હતા. જેઓ ભૂતકાળમાં 2019માં આ ફરિયાદી સાથે સ્પેરપાર્ટનો ધંધો કરતા હતા. જેમાં ફરિયાદી દ્વારા પૈસા ન આપી 3.50 લાખ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા. આથી પોતાના રૂપિયા મેળવવા માટે સીધી રીતે પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આ લોકોએ સુરત સેન્ટર પસંદ કર્યું હતું અને ત્યાંથી એક સીમકાર્ડ ખરીદી આ વેપારી સાથે પૈસા મેળવવા માટે આર્થિક બે-ત્રણ મહિના આગળ પ્લાન કરી વેપારી સાથે વેપાર ધંધો કરવા માટેનું ચેટિંગ શરૂ કર્યું હતું અને વેપારીને સુરત બોલાવ્યો હતો.

આ પણ વાંચો: ચીનમાં આવશે કોરોનાની સુનામી, દરરોજ 9,000 લોકોના મોત થવાની સંભાવના

પૈસીની જૂની લેતી દેતીમાં કર્યું હતું અપહરણ

ઉલ્લેખનીય છે કે, સુરત આવતાની સાથે જ આ વેપારીનું અપહરણ કર્યા બાદ તેની સાથે પટ્ટા બાંધી તેને ભાડે રાખેલા મકાનમાં લઈ ગયા હતા અને ત્યાં તેની આંખમાં મરચાની ભૂકી નાખી તેના એકાઉન્ટ માંથી ચાર લાખ રૂપિયા જેટલું ટ્રાન્જેક્શન કર્યું હતું. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કર્યા બાદ તેની મદદગીરી કરનાર સીમકાર્ડ અને મકાનના આપનાર વ્યક્તિ એમ કુલ મળી બે લોકોની ધરપકડ કરી હતી. ધંધામાં પૈસાની જૂની લેતી દેતીની વિગતો સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vimal Prajapati

First published:

Tags: Robbery case, Surat crime news, Surat Robbery, ગુજરાત

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.