પાવી જેતપુરમાં જૈન સમાજ દ્વારા ગીરીરાજ બચાવો માટે મહારેલીનું આયોજન; પવિત્ર તીર્થને ન્યાય મળે તે માટે સરકારને રજૂઆત | Maharalli organized by Jain Samaj to save Giriraj in Pavi Jetpur; Submission to Govt to get justice for holy shrine

છોટા ઉદેપુર2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખરજી તીર્થ ભારતના નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જૈનોના આરાધનાનું કેન્દ્ર છે. જૈન સમાજ માટે આ તીર્થનું અવર્ણનીય મહત્વ છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વો દ્વારા આ પરમ પવિત્ર તીર્થની ગરીમાને ખંડિત કરે તેવી નીંદનીય પ્રવૃતિઓ થઈ રહી છે. આ પ્રવૃત્તિઓથી જૈન સમાજની ધાર્મિક આસ્થાને ઘણીજ ઠેસ પહોંચી છે. જૈનો એક શાંતિપ્રિય પ્રજા છે અને તેઓ સમાજના ઉત્કર્ષમાં પણ સતત યોગદાન આપતા રહે છે. શ્રી શેત્રુંજય મહાતીર્થ પર થયેલી આવી પ્રવૃત્તિઓને અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ દુષ્ટવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સરકારને અનુરોધ કરી સરકાર દ્વારા ઘટતું કરે અને પવિત્ર તીર્થને ન્યાય મળે અને પર્યટન સ્થળમાં ઘોષિત ના થાય એ બાબતની નમ્ર વિનંતી સાથે જૈન સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post