કિંજલ કારસરીયા, જામનગરઃ જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી ઊંડ-1 ડેમ હેઠળની ડાબા કાંઠાની કેનાલ છેલ્લા સાત વર્ષથી ખળભળેલી હાલતમાં પડી છે. જોડિયા પંથકના 10થી 15 ગામો જેવા કે લીંબુડા, વાવડી, હડીયાણા, નેસડા, કુનન્ડ, નથુવડલા જેવા ગામોમાં આ કેનાલ શરૂ થવાથી પાક માટે ખેડૂતોને પાણી મળી શકે એમ છે. 31 આર.બી. અને 32 માઇનોર કેનાલ છેલ્લા સાત વર્ષથી બની છે, પરંતુ તેમાં એક પણ વાર પાણી નથી આવ્યું.
અનેકવાર આ મામલે વિરોધ કર્યો
ખેડૂતો અવારનવાર આ અંગે રજૂઆતો કરી ચૂક્યા છે. એકવાર અર્ધનગ્ન અવસ્થામાં ખેડૂતોએ કેનાલમાં ઊતરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પરંતુ હાલ પણ આ કેનાલનું કામ અધૂરું પડ્યું છે. જેટલું કેનાલનું કામ થયું છે, તેમાં પણ હાલ પોપડાઓ ઉખડી રહ્યા છે અને કુંડીઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં ખેડૂતો માટે આ કેનાલ શરૂ થાય તો આશિર્વાદ સમાન બની રહેશે અને પાણી આવતા ખેડૂતોના ઉભા પાકને પણ ફાયદો થઈ શકે છે.
સરકારને પગલાં લેવા રજૂઆત
ખેડૂતોના હિત ઇચ્છતી ગુજરાતની સરકારે તાત્કાલિક આ અંગે ધ્યાન આપી કેનાલની નબળી કામગીરી અંગે કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા અને તાત્કાલિક આ કામગીરી શરૂ કરાવી અહીં પાણી શરૂ કરાવવા માગણી ઉઠી છે.
Post a Comment