Header Ads

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20, ઘરે બેઠાં ફ્રીમાં નિહાળી શકો છો પ્રથમ ટી-20, કેવી હશે ટીમ?

INDIA VS SRILANKA: ટીમ ઈન્ડિયા (Team India) 2023માં તેના વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમમાં ટૂંકા વિરામ બાદ કમબેક કરવા જઈ રહી છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓને શોર્ટ બ્રેક મળ્યો હતો, પરંતુ હવે 3 જાન્યુઆરી, 2023થી ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમનો ફરી એક વખત શ્રીલંકાના પ્રવાસ સાથે પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવા વર્ષમાં મોટા ફેરફારો સાથે ભારતીય ક્રિકેટ ટીમ 3 જાન્યુઆરી, 2023થી શ્રીલંકા સામે (IND vs SL T20 Match) 3 ટી-20 મેચની શ્રેણીથી શરૂઆત કરવા જઈ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ વિના ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ યુવા ખેલાડીઓ સાથે ટકરાશે.

જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ એવી સંભાવના છે કે હાર્દિક પંડ્યા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup 2024)માં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો કેપ્ટન હતો અને શ્રીલંકા સામેની ઘરેલુ સિરીઝ ટીમનું સુકાન સંભાળશે. રોહિત શર્માના અંગૂઠાની ઈજાના કારણે તેને સાજા થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગશે તેમ મનાય રહ્યું છે. આવી સ્થિતિમાં હાર્દિકને ટી-20 ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી, જ્યારે રોહિત શર્મા વન ડે ટીમમાં કમબેક કરીને કેપ્ટન્સી સંભાળશે.

ભારત 3 જાન્યુઆરીને મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. ભારતે તાજેતરમાં જ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પૂર્ણ કરી હતી, જેઓ પાસે બંને પ્રવાસમાં ખાસ મજબુત વ્હાઈટ બોલ શ્રેણી નહોતી. બીજી તરફ શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ બાદ પોતાની બીજી સિરીઝ રમશે. આ ટી-20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકાની યુવા ટીમ અને નવી ભારતીય ટીમનો દેખાવ કેવો રહે છે, તે જોવું રસપ્રદ બની રહેશે.

શ્રીલંકાએ સૌપ્રથમ વખત ભારતનો પ્રવાસ કર્યો, ત્યારે તેઓ એક પણ ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની પાસે ઘણા બધા ખેલાડીઓ છે, જેઓ સારા ફોર્મમાં છે. શ્રીલંકા પણ આ ફોર્મેટમાં એશિયન ચેમ્પિયન છે. વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપની પૂર્વ તૈયારીમાં શ્રીલંકા અને ભારત બંને પોતાની ટીમની સ્ટ્રેન્થની કસોટી કરવાનો પ્રયાસ કરશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી સીરિઝની પ્રથમ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી સીરીઝની પ્રથમ મેચ મંગળવારે જાન્યુઆરીના રોજ મુંબઇને વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

કઇ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ?

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિંદી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિંદી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર આ મેચ જોઇ શકાશે.

આ પણ વાંચો: Team India 2022: વર્ષ 2022માં આ 3 ભારતીય બોલરો છવાયા, વિરોધી ટીમોના ડાંડિયા ડૂલ કરી દીધા

ક્યાં જોઇ શકાશે લાઇવ સ્ટ્રિમિંગ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝનુ લાઇવ સ્ટ્રિમિંગ ડિઝ્ની હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર જોઇ શકો છો. આ મેચના લાઇવ અપડેટ્સ તમે https://hindi.news18.com/cricket/ પર જોઇ શકો છો.

” isDesktop=”true” id=”1312035″ >

આ મેચ ફ્રીમાં ક્યાં જોઇ શકશો?

તમે ડીડી સ્પોર્ટ્સ પર ફ્રીમાં ડીડી ફ્રી ડિશ પ્લેટફોર્મ દ્વારા આ મેચ જોઇ શકશો.

ભારતીય ટીમ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ માવી, ઇશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

શ્રીલંકાની ટીમ : દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, ચરિતા અસ્લંકા, ધનંજયા ડી સિલ્વા, વાનિન્દુ હસારંગા, ચમારા કરુણારત્ને, સાદિરા સમરાવિક્રામા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, આશેન બાંદરા, મહેશ રાઇટ્સાના, દિલશાન મદુશંકા, કસુન રજિથા, દુનીથ વેલ્સ, પ્રમોદ મદુશાન, લાહિરુ કુમારા, નુવાન ઓશારા.

Published by:Mayur Solanki

First published:

Tags: 1st T20, IND VS SL, India vs Sri Lanka

Powered by Blogger.