નવસારીમાં એક ગ્રુપે હીરાબાને અનોખી શ્રદ્ધાંજલિ આપી, ત્રણ કલાકમાં બનાવી રંગોળી!
ત્યારે નવસારી જિલ્લામાં એક ગ્રુપ દ્વારા અનોખી હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. નવસારીના અશોકા ગ્રુપ દ્વારા ટાવર પાસે આવેલા લક્ષ્મણ હોલમાં રંગોળી પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં ખાસ સમગ્ર ગ્રુપ દ્વારા હીરાબાના ફોટા વાળી રંગોળી બનાવી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાડા ત્રણ કલાકમાં સમગ્ર અશોકા ગ્રુપે આ રંગોળી બનાવી અને પ્રધાનમંત્રીની માતા હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ સાથે આ ગ્રુપના વિવિધ લોકો દ્વારા અલગ અલગ પ્રકારની રંગોળીઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે જેમાં જીગલી ખજૂર ફ્રેમ ખજૂર ભાઈ ની રંગોળી, હાલમાં લોકો ની પ્રિય અવતાર ફિલ્મ ના પાત્રની રંગોળી, બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન ની રંગોળી, હાલમાં ખૂબ પ્રચલિત એવી કંતારાની રંગોળી, કાચમાં જોઈ રહેલી દીકરી ને પોતાનું મહાકાળી સ્વરૂપ દેખાતું હોય તેવી રંગોળી, ધોળાયેલાં પાણીમાં બાળકની રંગોળી, મોરપીંછ, હનુમાનજી દ્વારા શિવલિંગને અભિષેક કરતી રંગોળી, પાર્વતી માતાના ખોળામાં સૂતેલા શ્રીજી ની રંગોળી, આ સહિત વિવિધ પ્રદર્શનનો રંગોળીઓ અહીં બનાવવામાં આવી છે.
અશોક લાડ અને તેના અશોકા ગ્રુપ દ્વારા 31 તારીખથી ત્રણ તારીખ એમ ચાર દિવસ આ રંગોળી પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય થીમ હીરાબાની રંગોળી છે જેને દ્વારા પ્રધાનમંત્રી ની માતાના નિધનને લઈને નવસારીના લોકોએ પણ એક અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
નવસારીના આ પેઇન્ટર કલાકાર છેલ્લા 40 વર્ષથી આ કળા સાથે સંકળાયેલા છે. જે આમાંથી જ પોતાની રોજી રોટી પણ મેળવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની માતા ના નિધનને લઈને તેમને એક અનોખો વિચાર આવ્યો અને આ સમગ્ર કલાકૃતિ કરી છે. મહત્વની વાત એ છે કે પોતાની કળા નો ઉપયોગ કરી અન્ય અને શિક્ષિત કરી રોજગારી મેળવતા થાય તેવા પ્રયાસો પણ અશોક લાડ દ્વારા કરવામાં આવ્યા છે. એમાં વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને રંગોળી ચિત્ર સહિતની તાલીમ આપી તેમને પગભર કરવામાં આવી રહ્યા છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment