Rajkot: એક સમયે વિદેશ જતી ધોરાજીની ડુંગળી, આજે ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો!
ખેડૂતને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા પડ્યા પર પાટુ માર્યા સમાન સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કારણ કે એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતો પોતાની ડુંગળીઓનો ભાવ 400 થી 500 રૂપિયા મળવો જોઈએ તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. કારણ કે આ ખેડૂતોએ મોંઘા મોંઘા બિયારણ લીધા હોય અને જંતુનાશક દવાઓ છાંટીને ખેતરમા ડુંગળીનુ વાવેતર કર્યું હોય અને આજે તેનેતેની મહેનતનું ફળ ન મળતા ચિંતામાં મુકાય છે.
ધોરાજીના ખેડૂતો જ્યારે ડુંગળીને માર્કેટીંગ યાર્ડ ખાતે લઇ આવ્યા હોય અને ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી રહ્યાં.ખેડૂતોને ડુંગળીનો સારો પાક થયેલા છે પણ હાલ ડુંગળીનો પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યો. જેથી ધોરાજી પંથકના ખેડૂતોમા મૂંઝવણ જોવા મળી રહી છે.
ધોરાજી માર્કેટીંગ યાર્ડમા ડુંગળીની હરાજી તો થાય છે જેમાં ડુંગળીનો એક મણનો ભાવ 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા જેવો બોલાઈ રહ્યો છે ત્યારે ધોરાજી પંથકના ઘણા ખેડૂતો કે જેમને પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલુ છે તેવા ખેડૂતોને પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતોની મુંઝવણ વધી ગઈ છે.
તમને જણાવી ગયે કે ધોરાજીમાંથી અગાઉ સારી ગુણવતા ધરાવતી ડુંગળીઓ ધોરજીમાંથી રેલવે મારફત બાંગલાદેશમાં પણ મોકલવામાં આવી હતી.આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ અહિંયાથી ડુંગળી મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ ધોરાજીના ખેડૂતોની ડુંગળીઓનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત પણ છે, અને વર્તમાન સમયના ભાવથી તેવો અસંતોષ હોય તેવું જણાવીને સરકાર ખેડૂતોને વધુ આર્થિક ફાયદો કરાવે અને નુકશાની નહીં કરવી સંતોષ કારક ભાવ અપાવે તેવી માંગ કરી રહ્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment