આરોપીએ ભારતમાં અનેક ગુનાઓ આચર્યા છે
આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફ સિંધી વિજયકુમાર ગુપ્તા ગ્રુપ ગ્રામ હરિયાણાનો રહેવાસી છે. 2006 અને 2007માં ચોરીના ગુનાઓની શરૂઆત કરી હતી. ભારતના અલગ અલગ રાજ્યમાં માણસો દ્વારા વાયુ ચોરી કરવામાં મહેર હતો. તેની સાથે યંગના સભ્યો 2006-07 તથા 2021-22 સુધી તેની ગેંગમાં સામેલ હતો. સંદીપ ગુપ્તા 2021માં ગુજરાત એટીએસ દ્વારા ગુનાઓ દાખલ કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આ સાથે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક કેસમાં વચલા ગાળાના જામીન પર છૂટી ગયો હતો. આ વ્યક્તિએ દક્ષિણ ગુજરાતમાં તેના સાગરીકો જીગ્નેશ ગજ્જરની મદદથી ક્રૂઝ ઓઇલ ખરીદી કરી તેનું વેચાણ કરતો હતો.આ પણ વાંચો: ઓહ! શું બોલિવુડ ફિલ્મ ‘રંગ દે બસંતી’નો આ સ્ટાર પ્રેગનેન્ટ છે?
આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આ ઓઇલના વેપારમાં સિન્ડિકેટ બનાવી પાઇપલાઇનમાં પંચર કરી ચોરી કરતો હતો. પકડાયેલ આરોપી ઓઇલ કંપનીથી એક બે કિલોમીટરના અંતરમાં બંધ ફેક્ટરી અથવા તો શેડ ભરે રાખી નજીકમાં પસાર થતી પાઇપલાઇનમાં પંચર પાડી તેમાંથી ઓઇલની ચોરી કરતો હતો. ત્યાર બાદ ચોરી કરેલા ઓઈલને તે શેડમાં લાવ્યા બાદ ટેન્કરો ભરી તેને દેશના અલગ અલગ રાજ્યમાં વેચી દેતો હતો. આમ તે, ભારતના અલગ અલગ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે ચોરીના ઓઈલનું વેચાણ કરતો હતો.
આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ
ઓઇલ ચોર આરોપીની કોલકાતાથી ધરપકડ
મળતી માહિતી પ્રમાણે તે રાત્રિના સમયે ત્રણ કે ચાર ટેન્કર ઓઇલની ચોરી કરી તેને વેચતો હતો. અત્યાર સુધીમાં 15થી 20 જેટલા ટેન્કર ઓઈલની ચોરી કરી છે, તેની પાસેથી અંદાજે 40થી 50 લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે. સંદીપ ગુપ્તાનું ભારતમાં રાજસ્થાન, યુપી, ગુજરાત અને ઝારખંડ વગેરે રાજ્યોમાં નેટવર્ક ચાલતું હતું. જોકે આરોપી કલકત્તા હોવાની વિગતના આધારે સુરતની ટીમ દ્વારા તેને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Surat police, ગુજરાત