Tuesday, January 3, 2023

સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં તારીખ 05, 06, 09 અને 10મી જાન્યુઆરીના રોજ ‘કિશોરી કુશળ બનો’ હેઠળ બ્લોક કક્ષાએ ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ મેળાઓ થકી કિશોરીઓના સુરક્ષા અને સશક્તિકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.  કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના સૂચકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ કિશોરી કુશળ બનો હેઠળ સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

કિશોરીઓના સર્ગી વિકાસનો કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર જિલ્લામાં આ મેળાનું આયોજન ગાંધીનગર જિલ્લા કલેકટર ડી.કે.પ્રવિણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં આગામી 05મી જાન્યુઆરીના રોજ માણસાના તખતપુરા હોલ, તારીખ 06 જાન્યુઆરીના રોજ નગરપાલિકા હોલ, કલોલ, તારીખ 09મી જાન્યુઆરીના રોજ દહેગામ, કચ્છ કડવા પાટીદાર હોલ અને તારીખ 10મી જાન્યુઆરીના રોજ બલરામ ભવન, સેકટર- ૧૨ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમથી કિશોરીઓને સશક્તિકરણ કરવાનો તેમજ તેમના સર્વાંગી વિકાસના કામો કરવામાં આવશે.આ પણ વાંચો: કરોડો રૂપિયાની ઓઇલની ચોરી કરનાર સંદીપ ગુપ્તાની કોલકાતાથી ધરપકડ

ગાંધીનગર જિલ્લામાં વિવિધ સ્થળો પર થશે આયોજન

આ મેળા થકી કિશોરીઓને સુરક્ષિત અને સશક્તિ કરવાનો પ્રયાસ કરવા, વિવિધ સરકારી યોજના વિશે જાગૃત કરવા, આંગણવાડી નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવવા, કિશોરીઓના વાલીઓને પોષણ, આરોગ્ય, શિક્ષણ, સર્વાંગી વિકાસ, સ્વાવલંબી અને ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવા, સમાજમાં દિકરી અને દિકરા વચ્ચેના ભેદભાવને દુર કરીને દિકરીઓના જન્મદરમાં વધારો, લાભાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓનો સમયસર લાભ મળે તે માટે બ્લોક લેવલ પર વિભાગો સાથેનું સંકલન વધારવું જેવી માહિતી આપી જાગૃત કરવામાં આવશે.

આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

સુચારું આયોજન માટે કમિટી બનાવામાં આવી

આ સાથે સાથે કિશોરીઓમાં કારકિર્દી ધ્યેયો હાંસલ કરવા માટેની સમજ કેળવાય, કિશોરીઓમાં જીવનના વિવિધ પાસાઓની સમજ તથા તેની જાગૃતિ કેળવી શકાય, કિશોરીઓ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં પાડી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ મેળાઓમાં જિલ્લાની વિવિઘ કચેરીઓ દ્વારા પોતાના સ્ટોલ ઉભા કરવામાં આવશે. સરકારની વિવિઘ ફલેગશીપ યોજનઓથી પણ સર્વે મુલાકાતીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ મેળાના સુચારું આયોજન માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Gandhinagar News, ગુજરાત

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.