રાજકોટની એક ખાનગી શાળાની પરીક્ષાનું પેપર ફૂટ્યું, સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ

રાજકોટઃ ગુજરાતમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર રાજકોટની શાળાનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એક ખાનગી શાળાના યુનિટ ટેસ્ટનું પેપર ફરતું થયું હતું. ત્યારે આ ઘટના બાદ શિક્ષણતંત્ર સહિત શાળા સંચાલકો દોડતા થઈ ગયા હતા.

ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના સ્વામિનારાયણ ચોક મેઈન રોડ પર આવેલી શ્રદ્ધા સ્કૂલનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વાયરલ થયેલા પેપરમાં શ્રદ્ધા સ્કૂલનું નામ પણ લખેલું છે. આ પેપર આગામી ત્રણથી ચાર તારીખે લેવાનારી પરીક્ષાનું હોવાની વિગતો સામે આવી હતી. વાયરલ થયેલું પેપર ધોરણ 11ની આર્ટ્સ સ્ટ્રીમનું છે. 11મા ધોરણના વાણિજ્ય વ્યવસ્થા નામના વિષયનું આ પેપર છે. આ પેપર વાયરલ થતાં જ ફરી એકવાર શિક્ષણ તંત્ર પર સવાલો ઉઠ્યાં છે.આ પણ વાંચોઃ તાળા-ચાવી બનાવનારે દાંતનું ચોકઠું ફીટ કર્યુ!

શાળા સંચાલકોએ શું કહ્યુ?

આ સ્કૂલના સંચાલકોએ ન્યૂઝ 18ની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ પેપર અમારી સ્કૂલનું છે જ નહીં. અમારી સ્કૂલના પેપર હજુ છપાયાં જ નથી.’ આ સમગ્ર ઘટના મામલે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને પણ જાણ કરી છે. કોઈએ તેમની સ્કૂલને બદનામ કરવા માટે આ રીતે ખોટું પેપર વાયરલ કર્યું હોવાનું જણાવ્યું હતું. સ્કૂલ સંચાલક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતથી વાકેફ કરાયા હોવાની વાત પણ તેમણે કરી હતી. સ્કૂલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં તો તેમના દ્વારા જાણવાનો પ્રયાસ કરાશે કે, આ પેપર કોણે વાયરલ કર્યું છે અને ત્યારબાદ તેમની સ્કૂલને બદનામ કરનારા સામે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Paper leak, Rajkot News, Social Media Viral

Previous Post Next Post