અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગુજરાતની આ ખાસ જગ્યાએ સેલિબ્રેટ કર્યુ ન્યૂ યર, જ્હાન્વી અને બોની કપૂર પણ હતાં સાથે

જામનગર : બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે અને જલ્દી જ તે લગ્નના બંધનમાં બંધાઇ જશે. તેવામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નવા વર્ષની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા હતા.

જામનગર એરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. સગાઈના બંધનમાં બંધાયા પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે નવા વર્ષની ઉજવણી રિલાયન્સ ટાઉનશીપ ખાતે કરી હતી.

આ પણ વાંચો :  રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન લાગી આગ, અફરાતફરી મચી

જામનગર એરપોર્ટ પર મુકેશ અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. સગાઇ કર્યા બાદ આ ન્યૂ કપલ પહેલીવાર રિલાયંસ ટાઉનશિપ પહોંચ્યું હતું.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગમનની ખુશીમાં રિલાયન્સ ટાઉનશિપને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતુ. તે બાદ જામનગરની રિલાયન્સ ટાઉનશિપમાં ગ્રાન્ડ ન્યૂ યર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :  આણંદ: ત્રિપલ અકસ્માત બાદ કારમાં લાગી આગ, 1નું મોત, 4 ઘાયલ

ખાસ વાત એ છે કે અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે ભારત પહોંચી હતી અને અંબાણી પરિવારે ઇશા અને તેના બાળકોનું સ્વાગત ધામધૂમથી કર્યુ હતુ. બિઝનેસ ટાઇકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ થઇ ચુકી છે અને જલ્દી જ અંબાણી પરિવારમાં શરણાઇના સૂર વાગશે. જણાવી દઇએ કે તેમની સગાઇ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી.

જો કે અનંતના લગ્ન ક્યારે થશે તેના વિશે કોઇ જાણકારી નથી. અનંત અને રાધિકા એકબીજાને પાછલા ઘણા સમયથી ઓળખે છે. રાધિકાને અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવામાં આવી હતી. હવે જલ્દી જ તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.

કોણ છે રાધિકા મર્ચન્ટ

તમને જણાવી દઇએ કે રાધિકા વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના સીઇઓ છે અને રાધિકાએ પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. આ ઉપરાંત 2017માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે સામેલ થઇ. રાધિકા અને અનંત એકબીજાના નાનપણથી જાણે છે. વર્ષ 2018માં બંનેનો સાથે ફોટો વાયરલ થયો હતો જે બાદ તેમના રિલેશનશિપની અટકળોએ જોર પકડ્યુ હતુ.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Bansari Gohel

First published:

Tags: Anant Ambani, Jamnagar City, Radhika Merchant, Reliance Industries

Previous Post Next Post