Sunday, January 1, 2023

કેવડિયાની હોટેલોમાં ડાન્સ ડિનર પાર્ટીનું ખાસ આયોજન, પ્રવાસીઓ મન મુકીને નાચ્યાં | A dance dinner party was specially organized in the hotels of Kevadia, tourists danced their hearts out

નર્મદા (રાજપીપળા)16 મિનિટ પહેલા

31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ અને 12 વાગ્યે નવા વર્ષના વધામણાં કરવા હોટેલો અને ટેન્ટ સિટીઓમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસીઓએ રાત્રીના 12 વાગ્યે ફટાકડા ફોડી આતીસબાજી કરી નવા વર્ષ 2023 ના વધામણાં કર્યા હતા.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જોડાયા
ડીજે ડાન્સ કરી કરી પ્રવાસીઓ એ મોઝ કરી નવા વર્ષના વધામણાં કરી શાનદાર ઉજવણી કરી હતી. કેવડિયા એકતાનાગરમાં રમાડા એનકોર હોટેલમાં ગાલા ડિનર ડાન્સ પાર્ટીનું ખાસ આયોજન મેનેજર મનોજ મહારાજ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં પછી હવે પ્રવાસીઓનું ફરવા માટેનું પહેલું પસંદગીનું પ્રવાસન સ્થળ કેવડીયા બન્યું છે. ત્યારે નવવર્ષની ઉજવણી કરવા કેવડિયા વિસ્તામાં 50 હજાર જેટલા પ્રવાસીઓ ટેન્ટ સીટી, ગેસ્ટહાઉસ, હોમ સ્ટે, હોટલોમાં રાત્રી રોકાણ કર્યું હતું. કોઈ જગ્યાએ કેમ્પ ફાયર તો કોઈ જગ્યાએ ડાન્સ પાર્ટીઓ યોજાઈ હતી. જેમાં પ્રવાસીઓ ડાન્સ કરી ઉજવણી કરી પોતે ખૂબ મજા માણી રહ્યા છે. ડાન્સ સાથે કેટલીક ગેમ પણ રમાડવામાં આવી હતી. અને વિજેતા પ્રવાસીઓને ગિફ્ટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.