Breaking News Live Updates 19th January’ 2023: દેશની જાણીતી મહિલા રેસલર્સે ફેડરેશન ઓફ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલા કુસ્તીબાજોએ બુધવારે (18 જાન્યુઆરી) જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે. કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને હટાવવાની માંગ કરી છે. ગુરુવારે પણ કુસ્તીબાજો ધરણા પર બેસશે.
મહિલા કુસ્તીબાજોનો આરોપ છે કે લખનૌ કેમ્પમાં મહિલા કુસ્તીબાજોનું શોષણ થાય છે. સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજો વિનેશ ફોગાટને સમર્થન આપવા માટે હડતાળ પર બેઠા હતા. વિનેશે એમ પણ કહ્યું કે 10-12 કુસ્તીબાજોએ તેમને તેમની કહાની સંભળાવી છે. અત્યારે તેમના નામ નથી લઈ શકતા, પરંતુ જો હું વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળીશ તો તેમના નામ જાહેર કરીશ.
રમતગમત મંત્રાલયે કુસ્તીબાજોના આરોપોને ગંભીરતાથી લીધા છે. મંત્રાલય તરફથી રેસલિંગ એસોસિએશનને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી છે. જો સમયસર જવાબ નહીં મળે તો રેસલિંગ ફેડરેશન સામે પગલાં લેવામાં આવશે.
તે જ સમયે, રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે આની પાછળ એક ઉદ્યોગપતિનું ષડયંત્ર જણાવ્યું છે. જોકે, તેણે નામ જાહેર કર્યું નથી. બ્રિજ ભૂષણ શરણે કહ્યું કે યૌન શોષણનો આરોપ મોટો આરોપ છે. જો આ વાત સાચી હોય તો હું મારી જાતને ફાંસી આપવા તૈયાર છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મહારાષ્ટ્રમાં 38,800 કરોડ અને કર્ણાટકમાં 10,800 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. આ સાથે મુંબઈમાં પીએમ મોદીનો રોડ શો કરવાની પણ યોજના છે. મહારાષ્ટ્રમાં શિંદેના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ વડાપ્રધાન પ્રથમ વખત રાજ્યની મુલાકાતે છે.