મેચ બાદ બીસીસીઆઈ (BCCI)એ મોહમ્મદ સિરાજની માતાનો એક વિડીયો (Siraj’s Mother) શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યાં છે કે તે ઈચ્છે છે કે તેનો પુત્ર સતત આવું જ શાનદાર પ્રદર્શન કરતો રહે અને વર્લ્ડ કપમાં પણ રમે. વિડીયોમાં સિરાજે કહ્યું હતું કે, “હું મારા હોમગ્રાઉન્ડ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. પરિવાર પણ અહીં આવ્યો છે. તેથી મને ખૂબ સારું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ શુભમને રેકોર્ડના ઢગલા કર્યા, દુનિયાનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો એ કર્યું
આ પછી પોતાના મિત્ર અને ભાઈએ સિરાજના વખાણ કરતાં કહ્યું કે, આજે તેના બંને સપના પૂરા થયા છે. તેનું પહેલું સ્વપ્ન ભારત તરફથી રમવાનું હતું અને બીજું સ્વપ્ન હૈદરાબાદમાં રમવાનું હતું. તેના ભાઈએ કહ્યું કે, અમે ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા.
સિરાજના દાદી પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા
મોહમ્મદ સિરાજના દાદી પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની માતાએ કહ્યું કે, મારી ઇચ્છા છે કે મારો પુત્ર આ રીતે ટીમ ઈન્ડિયાનું નામ રોશન કરતો રહે. આપને જણાવી દઇએ કે માઇકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે 150થી વધુ રનની ભાગીદારી કરીને મેચમાં ન્યૂઝીલેન્ડની વાપસી લગભગ કરી જ દીધી હતી, પરંતુ સિરાજે 46મી ઓવરમાં જ સેન્ટનરને આઉટ કર્યો હતો. એટલું જ નહીં સતત બે બોલમાં 2 વિકેટ પણ લીધી હતી. તેમજ 10 ઓવરમાં 39 બોલમાં એકપણ રન નહોતો થયો.
ઓસ્ટ્રેલિયામાં અપાવી હતી જીત
મોહમ્મદ સિરાજ 2020-21માં ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો. આ દરમિયાન તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પોર્ટ્સના કારણે તેઓ અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યા નહોતા. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં તેણે 5 વિકેટ લીધી હતી અને ભારતીય ટીમ આ મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ પછી ટીમે સીરીઝ પર 2-1થી કબજો કરીને ઇતિહાસ પણ રચ્યો હતો. સિરાજે સીરીઝમાં ભારત તરફથી સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. 73 રન આપીને 5 વિકેટ તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
A perfect and eventful day for @mdsirajofficial, who played his first international game at his home ground and had his family watching him sparkle for #TeamIndia with the ball
Watch as his friends and family share their thoughts #INDvNZ pic.twitter.com/AXPVWbxs9z
— BCCI (@BCCI) January 18, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News Gujarati, Cricket Score, IND vs NZ, Mohammed siraj, Team india