CRICKET PAKISTAN: પાકિસ્તાનની ટીમ માટે 2022 નિરાશાજનક, એકથી એક શરમજનક રેકોર્ડસ
શું હતો પાકિસ્તાની ટીમનો વીક પોઇન્ટ
પાકિસ્તાનની ટીમની તાકાત ફાસ્ટ બોલિંગ રહી છે અને આ દેશે દુનિયાને ઘણા શાનદાર ફાસ્ટ બોલરો આપ્યા છે. પરંતુ વર્ષ 2022માં ફાસ્ટ બોલર્સ (Pakistani Fast Bowlers) જ પાકિસ્તાન માટે સૌથી નબળો પાસો સાબિત થયા છે. પાકિસ્તાને વર્ષ 2022માં કુલ 9 મેચ રમી, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ટીમનો કોઇ પણ ફાસ્ટ બોલર ફાઇવ વિકેટ હોલ પણ હાંસલ ન કરી શક્યા. ત્યાં સુધી કે બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોના સ્પીડ બોલર્સ પણ તેમની આગળ નીકળી ગયા હતા.
વર્ષ 2022માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની સ્પીડ બોલર્સે સૌથી વધુ 4-4 વખત ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ્સ લીધી હતી. ઇંગ્લેન્ડના સ્પીડ બોલર્સે 15 મેચમાં 187 અને કિવી ફાસ્ટ બોલર્સે 8 મેચમાં 110 વિકેટ લીધી. તો ઓસ્ટ્રેલિયા, ભારત અને સાઉથ આફ્રિકાના સ્પીડ બોલર્સે 3-3 વખત ફાઇવ વિકેટ હોલ મેળવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ 11 મેચમાં 114, ભારતીય ફાસ્ટ બોલરોએ 7 મેચમાં 68 અને સાઉથ આફ્રિકાના પેસ બોલરોએ 11 મેચમાં 129 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો તેના સ્પીડ બોલર્સે 2-2 ઇનિંગમાં ફાઇવ વિકેટ હોલ લીધા હતા.
આ પણ વાંચો: Rishabh Pant Accident: શરમ કરો શરમ! ઋષભ પંતના અકસ્માત અંગે બોલી રોહિતની પત્ની, ઉર્વશી કરે છે પ્રાર્થના
3 મેચમાં પાકિસ્તાનના નામે 2 વિકેટ
પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ વર્ષ 2022માં કુલ 9 મેચમાં 45 વિકેટ ઝડપી હતી. શ્રીલંકન ટીમના પેસરોએ જ પાકિસ્તાની ફાસ્ટ બોલરો કરતાં ઓછી વિકેટ લીધી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ આઠ મેચ રમી હતી અને 37 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ આઠ મેચ રમીને 37 વિકેટ પોતાના નામે કરી હતી. રમતના સૌથી લાંબા ફોર્મેટમાં પાકિસ્તાનના કંગાળ દેખાવનો અંદાજ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તેમની સમસ્યા પરથી લગાવી શકાય છે. છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરો માત્ર બે જ વિકેટ ઝડપી શક્યા છે, જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટીમ માટે શરમજનક આંકડો છે.
પાકિસ્તાનની ટીમે છેલ્લી 4 ટેસ્ટ મેચમાં 6 ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યો છે, જેમાંથી ત્રણ ડેબ્યૂ મેચ પણ રમી ચૂક્યા છે. છેલ્લી 4 ટેસ્ટ મેચોમાં તેનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર નસીમ શાહ રહ્યો છે, જેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં માત્ર 14 ટેસ્ટ મેચ રમી છે. પાકિસ્તાનની ટીમ આજથી ન્યુઝીલેન્ડ સામે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. તેના ફાસ્ટ બોલરો પણ નવા વર્ષે ફોર્મમાં પરત ફરવાની તૈયારી કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Pakistan news, ક્રિકેટ, પાકિસ્તાન
Post a Comment