દરરોજ નળ વાટે પીવાનું પાણી મળવાના દિવસો હવે નજીક | The days of getting tap water every day are near

ભુજ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં 46 કરોડના ખર્ચે ટાંકા અને ફિલ્ટર પ્લાન્ટ બનાવવા વર્ક ઓર્ડર અપાયા
  • ભુજ નગરપાલિકાએ સરકારની નલ સે જલ યોજના હેઠળ કામગીરી આરંભી

ભુજ નગરપાલિકાઅે ગુજરાત સરકારની નલ સે જલ યોજના હેઠળ પાણી સંગ્રહના ટાંકા અને ફિલ્ટર પ્લાન્ટ બનાવવાના ટેન્ડર બહાર પાડ્યા હતા, જેમાં ટેન્ડર ખૂલ્યા બાદ વર્ક અોર્ડર પણ અપાઈ ગયા છે, જેથી હવે દરરોજ નળ વાટે પીવાનું પાણી અાવવાના દિવસો બહુ નજીક અાવી ગયા છે.

નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, 46 લાખ રૂપિયાના ખર્ચે ડી.પી.અાર. બનાવી જી.યુ.ડી.સી.ને મોકલ્યા હતા, જેમાં સુરલભીટ, અાત્મારામ સર્કલ, ભુજીયાની તળેટી, વાલદાસનગર, પ્રમુખ સ્વામી નગરમાં 10થી 75 લાખ લિટર સંગ્રહ શક્તિના અન્ડર ગ્રાઉન્ટ સમ્પ, અોવરહેડ ટાંકા, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પાણીની લાઈનો, પમ્પિંગ મશીનરી વગેરેના કામોનો સમાવેશ કરવામાં અાવ્યો છે. જેમણે વહીવટી મંજુરી અાપી દીધી હતી, જેથી અોન લાઈન ટેન્ડર બહાર પાડ્યા હતા અને વર્ક અોર્ડર પણ અપાઈ ગયા છે. અામ ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. ત્યારબાદ દરરોજ નળ વાટે પીવાનું પાણી પહોંચાડવાનું સંભવ થઈ જશે.

વર્ષ 2051માં 4.47 લાખની વસતીની ગણતરીઅે
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઉપરાંત કારોબારી ચેરમેન જગત વ્યાસ અને તત્કાલિન મુખ્ય અધિકારીઅે ઈજનેરોને સાથે રાખીને 2021ના વર્ષના જૂન જુલાઈ માસમાં નલ સે જલ યોજનાનો લાભ લેવા કામગીરી શરૂ કરી હતી, જેમાં વર્ષ 2051માં શહેરની 4.47 લાખ માનવ વસતીનો અંદાજ બાંધીને પ્રત્યેક વ્યક્તિઅે દૈનિક 140 લિટર પાણીના વપરાશની જરૂરિયાત નજરે દરરોજ કુલ 73.59 અેમ.અેલ.ડી. પાણીની ખપતનું તારણ કાઢ્યું હતું. જે જરૂરિયાત પૂરી કરવા પાણી સંગ્રહ માટે 47.50 કરોડ રૂપિયાની અાવશ્યકતાની દરખાસ્ત ગુજરાત સરકારને મોકલી હતી.

હાલ 9.85 અેમ.અેલ.ડી. પાણી સ્ટોરેજ ક્ષમતાની ઘટ
વર્ષ 2021માં દરખાસ્ત મોકલતી વખતે 2.50 લાખ માનવ વસ્તીની દૃષ્ટિઅે 9.85 અેમ.અેલ.ડી. પાણી સ્ટોરેજ ક્ષમતાની ઘટ હતી. જે ઘટ ભવિષ્યમાં 4.47 લાખ માનવ વસતીની નજરે 32.06 અેમ.અેલ.ડી. ઉપર પહોંચી જાય અેમ છે. જે નિવારવા વ્યાયામ અાદરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post