Godhra: આલે લે,..હવે વારંવાર ટાંકો સાફ કરવાની ઝંઝટ નહીં, આ યુવકે કરી અનોખી શોધ!
પંચમહાલ જિલ્લા મુખ્ય મથક ગોધરા ખાતે રહેતા યુવક જયેશ પટેલ દ્વાર અનોખી ડબલ બોટમ વોટર સ્ટોરેજ ટેન્કની શોધ કરવામાં આવી છે. જેમાં ફકત ટાંકીની આગળ તરફ નીચે આપેલ વાલ ખોલવાથી ટાંકીની અંદર રહેલ તમામ પાણી બહાર નીકળી જાય છે, અને ટાંકી અંદરથી સાફ થઈ જાય છે. ટાંકીમાં નીચેના ભાગને શંકુ આકાર આપી અને ટાંકીમાં નીચેના ભાગમાં આપેલ વાલ ખોલવાથી ટાંકીમાં રહેલ તમામ કચરા સાથે પાણી બહાર નીકળી જાય છે. જેથી ટાંકીની અંદર ઉતરીને સાફ કરવાની જરૂર પડતી નથી.
જયેશભાઇ સાથે વાત કરતા જણાયું હતું કે, તેમના ઘરે એક વખત ટાંકી સાફ કરવા એક વ્યક્તિને બોલાવી અને સાફ કરાવતા હતા ત્યારે તેમને જોયું કે ટાંકીના નીચેના ભાગમાં રહેલ ગંદકી સાફ થતી નથી. જેથી ટાંકી સાફ કરવા માટે તે વ્યક્તિ ટાંકીની અંડર જઈ ટાંકી સાફ કરી હતી,
અને ટાંકી સાફ કર્યા પછી બહાર નીકળતા તે વ્યક્તિના પગ ભીના હોવાને કારણે તે ટાંકી પરથી નીચે પડ્યો હતો અને તેને ઈજાઓ પણ થઈ હતી. ત્યારથી જયેશભાઈએ વિચાર્યું કે, ટાંકી તો એવી હોવી જોઈએ કે સાફ કરવા ટાંકીની અંદર ઉતરવું ના પડે. જેથી તેમને આવી ટાંકી બનાવવા માટે જરૂરી રિસર્ચ કરી અને નવી ટેકનોલોજી શોધી અને ડબલ બોટમ ઓટો ક્લીન ટાંકીની શોધ કરી છે.
આ ડબલ બોટમ ઓટો ક્લીન વોટર સ્ટોરેજ ટેન્કની કિંમતની વાત કરીએ તો 1 હજાર લિટરની ટાંકીની કીમત 11500 રૂપિયા છે. આ ટાંકી સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટી સંખ્યામાં વેચાય છે. આ ટાંકીમાં માસિક આશરે 800 થી 900 યુનિટ વહેચાય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment