Navsari: કૃષિ યુનિ.ના કુલપતિએ પુત્રના લગ્નમાં એવી રસોઇ પીરસી કે બધા આંગળી ચાંટતા રહી ગયા!
હવે સવાલ એ થશે કે લગ્ન અને પ્રાકૃતિક ખેતીને તો શું સંબંધ પરંતુ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના આ કુલપતિ ડોક્ટર સી કે ટીંબડિયાએ પોતાના જ પુત્રના લગ્નમાં જાનૈયાઓને પ્રાકૃતિક શાકભાજીમાંથી બનેલી રસોઈ પીરસી છે. એટલે ફક્ત સલાહ જ નહીં પરંતુ પોતે પણ પ્રાકૃતિક ખેતીના એટલા જ ચાહક છે તે વાત અહીં સ્પષ્ટ થઈ છે.
ભારત દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને દેશમાં ખેત પેદાશો રાસાયણિક મુક્ત બને તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત સતત મહેનત કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના પૂર્વ સાઇન્ટીસ્ટ ડોક્ટર સી કે ટીંબડિયા કે જેઓ હાલ હાલોલ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે.
જો પહેલેથી જ પ્રાકૃતિક ખેતી નો એટલો જ પ્રચાર કરતા આવ્યા છે. જે પ્રચાર તેમણે રાજ્ય સ્તર સુધી પહોંચાડ્યો છે. ત્યારબાદ આ અભિગમ પોતાના જ ઘરમાં અપનાવ્યો છે જેમાં પોતાના જ પુત્રના લગ્નમાં જાનૈયાઓને પ્રાકૃતિક ખેતીમાં પકવેલા શાકભાજી અને અન્ય સામગ્રી દ્વારા બનેલી રસોઈ પીરસી હતી.
મહત્વની વાત એ છે કે લગ્નમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. તેમણે પણ પ્રાકૃતિક ખેતી ના વિવિધ ફાયદા અને અભિગમો વિશે વાત કરી હતી. અને કહ્યું હતું કે ભારત દેશના ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો દેશની પવિત્ર જમીન પણ ફરીવાર ફળદ્રુપ થશે. અને તેનો લાભ ખેડૂતો થશે.
મહત્વની એ છે કે ભારત દેશમાં હાલ મોટાભાગની ખેતીલાયક જમીન રસાયણ યુક્ત ખાતરના ઉપયોગને કારણે દૂષિત બની છે જેને કારણે ખેતપેદાશમાં ઘટાડો થયો છે. અને લોકોના સ્વાસ્થ સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે આ રસાયણ યુક્ત ભોજન આરોગવાથી માનવીના શરીરમાં અનેક રોગ ઉત્પન્ન થતા હોય છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ના vc ડોક્ટર સી કે ટીંબડિયા દ્વારા પોતાના જ ઘરથી આ પ્રાકૃતિક ખેતીની પહેલ કરી સમગ્ર ગુજરાત અને દેશના લોકોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા આહવાન કર્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment