ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન, શત્રુંજયને બદીઓથી બચાવવા સોમવારે જૈનોની મહારેલી | Gujarat's first woman Chief Secretary Manjula Subramaniam passes away

વડોદરા44 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મંજુલા સુબ્રમણયમની ફાઇલ તસવીર - Divya Bhaskar

મંજુલા સુબ્રમણયમની ફાઇલ તસવીર

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું આજે વડોદરા ખાતે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે, મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના IAS અધિકારી હતા. તેઓએ વર્ષ 2008માં નિવૃત્ત થયા બાદ અનેક પદો ઉપર ફરજ બજાવી હતી. મંજુલા સુબ્રમણ્યમના નિધનથી અધિકારીઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

વડોદરામાં જૈનોની મહારેલી નીકળશે
જૈનોના અતિ પવિત્ર ગણાતા શત્રુંજય તીર્થ અને સમેત શિખર પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર અને તીર્થની પવિત્રતાને ખંડીત કરવા તથા તોડફોડ કરવામાં આવી રહી છે. તેના વિરોધ માટે વડોદરા જૈન સમાજના શ્વેતામ્બર દિગંબર સ્થાનકવાસી તથા તેરાપંથી બધા ભેગા મળીને સોમવારે બીજી તારીખે એક વિરાટ રેલી યોજવાના છે. જે સંવારે 9:30 વાગે માંડવી રોડ શત્રુંજય તીર્થાવતાર પ્રાસાદ જિનાલયથી નીકળી અમદાવાદી પોળ ટાવર થઈ કલેકટર કચેરીએ પહોંચશે તેમ સમસ્ત જૈન સંઘના પ્રમુખ રોહિત ભાવસાર તથા ઉપપ્રમુખ પ્રકાશ શાહે જણાવ્યું હતું.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ
વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, શત્રુંજય તીર્થમાં આ તોડફોડ કરનાર તથા ગેરકાયદે ખનન કરનારને પકડી સરકાર તેઓને પાસામાં ફીટ કરી અસામાજિક તત્વોને કાબૂમાં લેવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post